શોધખોળ કરો
Advertisement
અમદાવાદીઓ થઈ જાવ સાવધાન, આ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધ્યું, નવા 11 વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા
થલતેજ વોર્ડમાં અવિનાશ હાઈટ,ચાંદલોડિયામાં શ્રીફળ એપાર્ટમેન્ટ તથા ગોતાના સત્યમેવ વિસ્ટાના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેની સાથે જ એએમસી માઈક્રો કન્ટેઈન્મેટમેન્ટની સંખ્યા પણ વધારી રહી છે. ગુરુવારે નવા 11 સ્થળનો સમાવેશ માઈક્રો કિન્ટેઇનમેન્ટમાં કરવામાં આવ્યો છે. શહેરમાં ઘાટલોડિયા તેમજ ચાંદલોડિયા વોર્ડમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
સામાન્ય લોકોની સાથે સાથે નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. વટવા વોર્ડના ભાજપના મહીલા કોર્પોરેટર અને તેમના પતિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે અગાઉનના કેટલાક માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યા છે જેમાં 29 સ્થળો પરથી નિયંત્રમ દુર કરવામાં આવ્યા છે. સાથે જ જે નવા 11 સ્થળોનો સમાવેશ કન્ટેઇનમેન્ટ ઝોનમાં કરવામાં આવ્યો છે તે તમામ ઉત્તર-પશ્ચિમ ઝોનના છે.
ઘાટલોડિયા વોર્ડમાં અર્જુન ટાવરના એ-ટુ બ્લોક ઉપરાંત અર્જુન રત્ન એપાર્ટમેન્ટના સંક્રમિત સ્થળ તથા વિરાટ ફલેટના આઈ અને જે બ્લોકના 4 અને 5 મા માળને માઈક્રોકન્ટેઈન્ટ કરાયા છે. થલતેજ વોર્ડમાં અવિનાશ હાઈટ,ચાંદલોડિયામાં શ્રીફળ એપાર્ટમેન્ટ તથા ગોતાના સત્યમેવ વિસ્ટાના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
ઉત્તરઝોનમાં ઈન્ડિયા કોલોનીની ખોડિયાર સોસાયટી-2,પશ્ચિમ ઝોનમાં રાણીપની કૃષ્ણધામ સોસાયટી અને પૂર્વમાં વસ્ત્રાલ વોર્ડમાં લવકુશ હાઈટના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા વોર્ડમાં સતત કોરોનાના નવા કેસ આવી રહ્યા છે. વટવા વોર્ડના ભાજપના મહીલા કોર્પોરેટર જલ્પાબહેન પંડયા અને તેમના પતિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement