Ahmedabad: પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી, પીએમ મોદી કરશે ઉદ્ધાટન
અમદાવાદ: પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી 15મી ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી કરવામાં આવશે. જેમાં અમદાવાદના ભાડજ સર્કલ પાસે પ્રમુખસ્વામી મહારાજ નગર તૈયાર કરવામાં આવ્યું છે.
અમદાવાદ: પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી 15મી ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી કરવામાં આવશે. જેમાં અમદાવાદના ભાડજ સર્કલ પાસે પ્રમુખસ્વામી મહારાજ નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વાર પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય સ્મારક પ્રતિમા, ભવ્ય અક્ષરધામ મહામંદિરનું અતુલ્ય યાત્રા વિવિધ પ્રેરણાઓ આપતા પ્રદર્શન ખંડો, બાળકો માટે સાંસ્કૃતિક બાળનગરી, ટેલેન્ટ શો, મહિલા મંચ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ યજ્ઞપુરુષ સભાગૃહમાં વિવિધ કાર્યક્રમ, લાઈટ એન્ડ સાઉન્ડ શો જ્યોતિ ઉદ્યાનની રંગબેરંગી પ્રેરણાત્મક રચના, લેન્ડસ્કેપ સર્વ ધર્મ સંવાદિતાનું પ્રયાગ તીર્થ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાત પરિષદો પ્રેમવતી ઉપહાર ગૃહનો સમાવેશ આ પ્રમુખસ્વામી નગરમાં કરવામાં આવ્યો છે.
આ પ્રમુખસ્વામી મહારાજની આ શતાબ્દી મહોત્સવની ભવ્યતા અને દિવ્યતા કેવી છે. 14 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. તેની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે અને 15 ડિસેમ્બરે હરિભક્તો માટે આશા તાપી મહોત્સવ બપોર બાદ ખુલ્લુ મુકવામાં આવશે.
આદિવાસી સમાજના ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવવા આગેવાનોની મળી બેઠક
વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ હવે મુખ્યમંત્રી પદને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આજે ભુપેન્દ્ર પટેલે સીએમ પદેથી રાજીનામું આપી દીધું છે. તો બીજી તરફ બારડોલી ખાતે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી. જેમાં આદિવાસી સમાજના ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી છે. 27 પેકી 24 જેટલા આદિવાસી ઉમેદવારોની જીત થઈ છે. 15 જેટલા ઉમેદવારો આદિવાસી વિસ્તારમાંથી જીત્યા છે.તેઓનું કહેવું છે કે, છેલ્લા 28 વર્ષમાં આદિવાસી સમાજને એક પણ મહત્વનું ખાતું મળ્યું નથી. આદિવાસી સમાજનો મુખ્યમંત્રી બને અને આદિવાસી સમાજને મંત્રી મંડળમાં મહત્વના ખાતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગાંધીનગર જઈ મોવડી મંડળને આ બાબતે રજુઆત કરવામાં આવશે. બારડોલી સર્કિટ હાઉસ ખાતે આજે આગેવાનોની મિટિંગ મળી હતી. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે.
ભાજપને ઐતિહાસિક બહુમત મળ્યા બાદ, અમિત શાહે વિપક્ષ માટે કરી આ વાત
ગુજરાત વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહે ગુજરાતની જનતા વશિ અને વિપક્ષ વિશે આ વાત કરી હતી.ગુજરાત ચૂંટણીના વલણો જોતા સ્પષ્ટ છે કે ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનીવા રહી છે. ભાજપે 156થી વધુ સીટો પર લીડ લઈને ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે, જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વિપક્ષને લઈને નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે અને ઠાલા વચનો, તુષ્ટિકરણ અને 'રેવડી' કરનારાઓને ખરાબ રીતે નકારી દીધા છે.
જનતાના અતૂટ વિશ્વાસનો વિજય