શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ દીકરાના ફ્રેન્ડે મદદ માગનારી મહિલાને કહ્યુઃ તમને જોઈએ એટલા પૈસા આપું પણ મારી સાથે શારીરિક સંબંધ રાખો......
17 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે મહિલાએ દીકરાના મિત્ર કૌશલ સોલંકી (ઉ.વ. 21 રહે.આંબાવાડી કોલોની પાસે)ને પૈસા માટે કોલ કર્યો હતો.
અમદાવાદઃ અમદાવાદમાં દીકરાના 21 વર્ષીય મિત્ર પાસે પતિની સારવાર માટે ઉછીનાં નાણાં માગનારી પરિણીતા પાસે પુત્રના મિત્રે નાણાંના બદલામાં શારીરિક સંબંધો બાંધવાની અઘટિત માગણી કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. પુત્રના મિત્રે આ મુદ્દે મહિલાને પરેશાન કરતાં પરીણિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેરના વેજલપુરમાં રહેતી 39 વર્ષીય મહિલાનો પતિ બીમાર હોવાથી તેની સારવાર માટે પૈસાની જરૂર હતી. આ મહિલાએ તેમના દીકરાના મિત્ર પાસે પૈસાની મદદ માંગી હતી.
17 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે મહિલાએ દીકરાના મિત્ર કૌશલ સોલંકી (ઉ.વ. 21 રહે.આંબાવાડી કોલોની પાસે)ને પૈસા માટે કોલ કર્યો હતો. બીજા દિવસે બપોરે કૌશલ મહિલાના ઘરે આવ્યો હતો.
આ સમયે મહિલા બેડરૂમમાં બેઠી હતી. તેની પાસે બેસીને યુવકે કહ્યું કે, તમે ચિંતા ન કરો અને આ 300 રૂપિયા રાખો. તેણે મહિલાને બીજા કેટલા રૂપિયાની જરૂર છે એણ પૂછ્યું હતું. મહિલાએ 15 હજારની જરૂર હોવાનું કહેતાં જ કૌશલે મહિલાના શરીર પર હાથ ફેરવી કહ્યું હતું કે, તમે ગભરાતા નહીં, હું તમારી સાથે છું.
કૌશલે 19 સપ્ટેમ્બરે સવારે ફોન કરીને પૂછ્યું કે, હું તમને પૈસા આપીશ પણ તમે બદલામાં મને શું આપશો ? મહિલાએ વ્યાજ આપવાનું કહ્યું હતું. કૌશલે કહ્યું કે, મારે તમારે શારીરિક સંબંધ બાંધવો છે અને મને શારીરિક સુખ આવું હોય તો હું પૈસા આપવા તૈયાર છું.
કૌશલ સાથે મહિલાએ શારીરિક સંબંધો બાંધવાની ના પાડતાં કૌશલે ધમકી આપી હતી કે, તમે આ વાત કોઈને કરતા નહીં અને કહેશો તો તમારો દીકરો રાત્રે બહાર ફરે છે તેને હું જોઈ લઈશ.
મહિલાએ આ વાતને અવગણી દીધી હતી પણ કૌશલે શારીરિક સંબધો બાંધવાની માગણી ચાલુ રાખતાં મહિલાએ છેવટે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement