Gandhinagar: રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે પોતાની હડતાળ ચાલું રાખવાની જાહેરાત કરતા ચકચાર
ગાંધીનગર: ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ પોતાની હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરતા ચકચાર મચી જવા પામી છે. નોંધનિય છે કે, બપોરે મંત્રી જીતુ વાઘાણી સાથે ચર્ચા બાદ હડતાળ સમેટવાની જાહેરાત કરી હતી.
![Gandhinagar: રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે પોતાની હડતાળ ચાલું રાખવાની જાહેરાત કરતા ચકચાર The State Health Employees Union announced the continuation of its strike Gandhinagar: રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે પોતાની હડતાળ ચાલું રાખવાની જાહેરાત કરતા ચકચાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/12/088e77917f6f84839822e1f721ef04001657617479_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ પોતાની હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરતા ચકચાર મચી જવા પામી છે. નોંધનિય છે કે, બપોરે મંત્રી જીતુ વાઘાણી સાથે ચર્ચા બાદ હડતાળ સમેટવાની જાહેરાત કરી હતી. જો કે જાહેરાત બાદ કર્મચારી સંકલન સમિતિ સહમત ન થતા આંદોલન યથાવત રાખવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર વધુ એક આંદોલન ખાળવામાં સફળ રહી છે. રાજ્ય કર્મચારી મહામંડળે પોતાનુ આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આ અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, તમામ લોકો સાથેની ચર્ચા બાદ કર્મચારી મહામંડલની માંગણીઓ સંદર્ભે ચર્ચા કરાય છે. રાજ્યના હિતમાં જે નિર્ણયો લેવાના થશે તે લેવામાં આવશે.
જીતુ વાઘાણીએ હડતાલ સમેટવાની કરી હતી જાહેરાત
રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલ હડતાળ તેઓના એસોસીએશન દ્વારા તાત્કાલિક પરત ખેચવાનો નિર્ણય કરાયો છે. આ તમામ કર્મીઓ ત્વરિત તેમની સેવાઓમાં જોડાઈ જશે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો દ્વારા રચાયેલી કમિટીની સભ્યો જીતુ વાઘાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંધવી, બ્રિજેશ મેરજા, નિમિષાબેન સુથાર તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમા યોજાયેલ બેઠકમાં તેઓની મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને અન્ય કેટલાક મુદ્દાઓ સંદર્ભે આગામી એક માસમાં યોગ્ય નિર્ણય લેવાશે એવી સહમતિ થતા આ નિર્ણય કરાયો છે.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓના પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષે વિવિધ તબક્કે બેઠકો યોજીને તેમની માંગણીઓ સંદર્ભે વિગતવાર ચર્ચાઓ કરાઈ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સહાનુભૂતિપૂર્વક પંચાયતના કર્મીઓ દ્વારા જે માગણીઓ આવી છે તેનો આગામી એક માસમાં રાજ્ય સરકાર યોગ્ય ઉકેલ લાવવા હૈયાધારણા આપી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓ દ્વારા જે માંગણીઓ કરાઈ છે જેમાં તેમને ટેકનિકલ ગણવા, ફેરણી ભથ્થું તથા કોરોના કાળ દરમિયાન રજામા બજાવેલ ફરજોનો પગાર આપવા માટેની જે મહત્વની માગણીઓ હતી તે તમામ માગણીઓ સ્વીકારી તે સંદર્ભે રાજ્ય સરકાર આગામી એક માસમાં હકારાત્મક રીતે નિર્ણય લેશે. એટલે સૌ કર્મીઓને હડતાલ પાછી ખેચીને જનસેવામાં જોડાવવા અપીલ કરતા એસોસીએશને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)