શોધખોળ કરો

Rain forecast: આગામી 3 કલાકમાં આ વિસ્તારમાં પડશે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

Rain forecast: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સામાન્ય છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Rain forecast: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સામાન્ય છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર, વડોદરા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, ડાંગ અને તાપીનો સમાવેશ થાય છે.

 

જે વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દિવ, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, સાબરકાંઠા, મોરબી અને મહેસાણાનો સમાવેશ થાય છે.

જાણો છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં કેટલો વરસ્યો વરસાદ

હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજ અને કાલ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. છેલ્લા બેથી ત્રણ દિવસથી રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં સારો વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ  કચ્છ ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો એક નજર આંકડા પર કરીએ.

 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં નોંધાયો વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ભાવનગરના શિહોરમાં સવા પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના બોડેલીમાં ત્રણ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણા, કામરેજમાં અઢી ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના ક્વાંટમાં અઢી ઈંચ વરસાદ
  • બારડોલી, વ્યારામાં નોંધાયો અઢી અઢી ઈંચ વરસાદ
  • ઉચ્છલ, સોનગઢ, માંડવીમાં સવા બે ઈંચ વરસાદ
  • ઓલપાડ, જાંબુઘોડામાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
  • ખાનપુર, ઉમરગામ, ચોર્યાસીમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • નસવાડી, સુરત શહેરમાં વરસ્યો સવા ઈંચ વરસાદ
  • જલાલપોર, કુકરમુંડા, નવસારીમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ
  • વલસાડ, ભરૂચ, સુબીરમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ
  • વાપી, તળાજા, મહુવા, પારડીમાં પોણો પોણો ઈંચ વરસાદ
  • સુત્રાપાડા, છોટા ઉદેપુર, નેત્રંગ, આહવામાં અડધો અડધો ઈંચ વરસાદ

છેલ્લા બેથી ત્રણ દિવસથી રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં સારો વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ  કચ્છ ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટશે. જો કે ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ રહેશે.

રાજસ્થાન પર જે લો પ્રેશર સિસ્ટમ હતી,  તે હવે નબળી પડી ગઇ છે.જેના કારણે હવે આજે અને કાલે વરસાદનું જોર ઘટી જશે. જો કે છૂટછવાયો વરસાદી માહોલ યથાવત રહેશે.  દક્ષિણ ગુજરાત અને કેરળ સુધીના દરિયા કાંઠે પણ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેના કારણે આગામી બે દિવસ બાદ પણ  જેના કારણે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં હવે વરસાદની જોર હવે ઘટશે. જો કે હજુ પણ ઉત્તર ગુજરાત દક્ષિણમાં હળવાથી સામાન્ય છૂટછવાયો વરસાદ રહેશે.  

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget