શોધખોળ કરો
Advertisement
અમદાવાદ-સાણંદ હાઈવે પર ગીબપુરા પાસે કાર ડિવાઈડર કૂદીને સામે આવતા બે વાહનો સાથે અથડાઈ, ત્રણનાં મૃત્યું
પૂરપાટ ઝડપે આવી રહેલી કારે નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામે આવતા વાહનો સાથે અથડાઈ હતી.
અમદાવાદ: અમદાવાદ-સાણંદ હાઈવે પર ગીબપુરાના કરીમ નગર પાસે આજે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોનું મૃત્યુ નીપજ્યું હતું. કારના ડ્રાઈવર સહિત 2 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર ઓળંગી સામેના રોડ પર આવી જતાં એક્ટિવા ચાલક અને બાઈક ચાલકને અડફેટે લીધા હતા. કાર પર ધ્રાંગધ્રા એપીએમસી ડાયરેકટરનું બોર્ડ લખેલું હતુ
કારે સામે આવતા બાઈક અને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ઘટનામાં ત્રણ લોકોના મૃત્યું થયા છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાણંદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મૃતકોના નામ : (1) દિલીપભાઈ બી પંચાલ ઉંમર. આશરે 35 (રહે. બાવરડા તા. પાટણ), (2) ચેલાભાઈ વી ભરવાડ ઉંમર.55, (3) રવિભાઈ સી ભરવાડ ઉંમર.26 (બન્ને રહે. તેલાવ ગામ, તા. સાણંદ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement