શોધખોળ કરો

અમદાવાદના ત્રણ પોલીસ જવાનો બન્યા દેવદૂત, એકટીવા ચાલકની તબિયત બગડતા રસ્તા પર જ CPR આપી બચાવ્યો જીવ

આ પોલીસ કર્મીઓનું કહેવુ છે કે ટ્રાફિક નિયમનની કામગીરી કરવાની સાથે લોકોની સુરક્ષા કરવી તેમની ફરજ છે.

Ahmedabad News: સામાન્ય રીતે શહેરના રસ્તાઓ પર જ્યારે ટ્રાફિક પોલીસને જોઈ લોકો ડરના માર્યા પોતાના વાહનો પાછા વાળી લેતા હોય છે !  પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ત્રણ જવાનોએ એવું કામ કર્યું છે કે લોકો હવે પોલીસની સામે ચાલી મદદ માંગવા જઈ શકે છે ! શહેર ટ્રાફિક પોલીસના ત્રણ જવાનોએ એક વ્યક્તિને CPR આપી તેનો જીવ બચાવી દેવદૂત બન્યા

ત્રણ ટ્રાફિક પોલીસ કર્મીઓએ પોલીસના સુરક્ષા શાંતિ અને સલામતી ના સૂત્રને સાર્થક કર્યું છે. ટ્રાફિક પોલીસના મુસ્તાક નરેશભાઈ અને હસમુખ ભાઈ નામના ટ્રાફિક પોલીસકર્મી કાલુપુર સર્કલ વિસ્તારમાં પોતાના પોઇન્ટ પર હતા તે દરમિયાન એકટીવા પરથી પસાર થઈ રહેલ રફીક અબ્દુલ નામના વ્યક્તિની તબિયત બગડી અને તેમની પાસે આવ્યો અને બેસી ગયો. તેમની પાસે આવેલ વ્યક્તિને છાતીમાં દુખાવો થતા તાત્કાલિક ત્રણેય પોલીસ કર્મીઓએ તેને CPR આપવાનું શરૂ કર્યું. જેથી સમય સૂચકતાના કારણે આ વ્યક્તિનો જીવ બચી શક્યો. ત્રણ પોલીસ કર્મીઓની ઉમદા કામગીરીને લઈ વેસ્ટ ટ્રાફિક ડીસીપી દ્વારા પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું

ટ્રાફિક પોલીસના જવાનોની આ કામગીરીની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. વ્યક્તિનો જીવ બચાવનાર ત્રણેય પોલીસ કર્મીઓ પાસે પોતાની ભાવના વ્યક્ત કરવા માટે શબ્દો નથી !  આ પોલીસ કર્મીઓનું કહેવુ છે કે ટ્રાફિક નિયમનની કામગીરી કરવાની સાથે લોકોની સુરક્ષા કરવી તેમની ફરજ છે. એક વ્યક્તિનો જીવ બચાવવો તેમનાં માટે ગર્વની બાબત છે. વર્ષ 2021 માં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને CPR ની તાલીમ આપવામાં આવી હતી. જેથી કોઈ વ્યક્તિના છાતીમાં દુખાવો થાય અથવા તો સમસ્યા હોય ત્યારે CPR થકી તેમનો જીવ બચાવી શકાય. રાહદારી રફીક અબ્દુલ ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 ને કોલ કરી તેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા જ્યાં તેમની સારવાર થઈ અને સ્વસ્થ રીતે ઘરે પહોંચ્યા. આ ત્રણ ટ્રાફિક પોલીસ જવાન પૈકી મુસ્તાકમીયા નામના પોલીસ જવાને બે વર્ષ પહેલા પણ એક વ્યક્તિ નો જીવ આ જ પ્રકારે બચાવ્યો હતો. CPR ની તાલીમ લેવા ના કારણે તેઓ આ બંને વ્યક્તિનો જીવ બચાવી શક્યા છે.

આ પણ વાંચોઃ

ચોમાસું આવે એ પહેલા જ AMC નો મોટો નિર્ણય, જાણો કર્મચારી-અધિકારીઓને શું આપ્યો આદેશ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...

Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ

ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?

Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો

ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
OnlyFans મોડલે 24 કલાકમાં 100 લોકો સાથે સંબંધ બાંધ્યા, હવે 1,000 પુરુષો સાથે નવો રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ

Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન

Embed widget