શોધખોળ કરો

ગુજરાત પેટાચૂંટણીઃ કઈ બે બેઠક પર કોંગ્રેસની ટિકીટ માટે બે નેતાઓ કરી રહ્યા છે લોબિંગ? જાણો વિગત

આજે બપોરે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વિડીયો કોન્ફ્રન્સથી સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં જોડાશે. અહમદ પટેલ અને રાજીવ સાતવ સાથે વિસ્તૃત ચર્ચા બાદ અંતિમ નિર્ણય લેવાશે.

અમદાવાદઃ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ આઠમાંથી સાત બેઠક પર પોતાના ઉમેદવારના નામ જાહેર કરી ચૂકી છે. તો કૉંગ્રેસ આજે મોડી સાંજ સુધીમાં ઉમેદવારોના નામની યાદી જાહેર કરે તેવી શક્યતા છે. તમામ આઠ બેઠકો પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારો નક્કી છે. જોકે, હજુ બે સીટ પર નેતાઓનું લોબિંગ યથાવત છે. મળતી વિગતો પ્રમાણે આજે બપોરે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વિડીયો કોન્ફ્રન્સથી સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં જોડાશે. અહમદ પટેલ અને રાજીવ સાતવ સાથે વિસ્તૃત ચર્ચા બાદ અંતિમ નિર્ણય લેવાશે. જોકે, મોરબી માટે કિશોર ચીખલીયાનું અને અબડાસામા વિસનજી પાચાણીનું લોબિંગ યથાવત છે. આઠ બેઠક પર કૉંગ્રેસના સંભવિત ઉમેદવારમાં અબડાસા બેઠક પર શાંતિલાલ સંઘાણી, કરજણ બેઠક પર જગદીશ પટેલ, લીંબડી બેઠક પર જયરામ મેણિયા, મોરબી બેઠક પર જેન્તીલાલ પટેલ, ગઢડા બેઠક પર મોહનભાઈ સોલંકી, ધારી બેઠક પર સુરેશ કોટડીયા, કપરાડા બેઠક પર હરીશભાઈ પટેલ અને ડાંગ બેઠક પર ચંદરભાઈ ગામિતના નામ નક્કી મનાઈ રહ્યા છે. જો કે, પાર્ટી તરફથી હજી નામની સત્તા વાર જાહેરાત થવાની બાકી છે. આઠેય બેઠકો પર કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તમામ બેઠકો પર જીત મેળવવી પાર્ટી માટે એક મોટો પડકાર રહેશે. નોંધનીય છે કે, આ પહેલા ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરા કરી હતી. જેમાં ડાંગ બેઠક પરથી વિજય પટેલ, મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠક પર જે.વી.કાકડિયા, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણ બેઠક પર અક્ષય પટેલને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે. લીંબડી બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા નથી. સોમવારે ગુજરાત પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં આઠ બેઠકોના ઉમેદવાર સંદર્ભે ચર્ચા હાથ ધરાઈ હતી અને બેઠકોના ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા પછી આ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Embed widget