શોધખોળ કરો
Advertisement
અમદાવાદીઓ ઘરમાંથી બહાર નીકળતા પહેલા વાંચી લો આ સમાચાર, હવામાન વિભાગે શું આપી છે આગાહી?
હવામાન વિભાગની આગાહી છે કે, રાજ્યમાં 17 વર્ષનો રેકોર્ડ તોડી ગરમી 45 ડિગ્રી પાર જશે. 7 શહેરોમાં હીટવેવની સંભાવના છે. એપ્રિલમાં વિક્રમજનક ગરમીની આગાહી છે.
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આવતી કાલે એટલે કે, 26મી એપ્રિલે રેડ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે અમદાવાદીઓ માટે કામ સિવાય બહાર ન નીકળવું હિતાવહ રહેશે. એટલું જ નહીં, હવામાન વિભાગની આગાહી છે કે, રાજ્યમાં 17 વર્ષનો રેકોર્ડ તોડી ગરમી 45 ડિગ્રી પાર જશે. 7 શહેરોમાં હીટવેવની સંભાવના છે. એપ્રિલમાં વિક્રમજનક ગરમીની આગાહી છે, જેને કારણે શુક્રવારથી સોમવાર સુધી માથાફાડ ગરમીની શક્યતા છે.
અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર થતાં મનપાએ પાણી, ઓઆરએસની જાહેર સ્થળોએ વ્યવસ્થા કરી છે, જેમાં આરોગ્ય કેન્દ્રો, બીઆરટીએસ બસ સ્ટેશનો અને એએમટીએસ ડેપો પર પાણીની વ્યવસ્થા કરી છે. શહેરમાં ગરમીનો પ્રકોપ વધતા લોકોમાં ડીહાઇડ્રેશનની સ્થિતિ ન સર્જાય તે માટે વ્યવસ્થા કરી છે. જાહેર સ્થળો પર પાણી, ઓઆરએસના પેકેટ્સનું વિતરણ કરવા સિવાય હોસ્પિટલોમાં આઈસ પેકની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ કોન્ટ્રાકટરો અને સફાઈ કર્મચારીઓને ગરમીને લઈને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને બપોરે કામ ન કરવાની સૂચના પણ આપવામાં આી છે.
એપ્રિલમાં વિક્રમજનક ગરમીની આગાહી, શુક્રવારથી સોમવાર સુધી માથાફાડ ગરમીની શક્યતા
અમરેલી 43.2°
સુરેન્દ્રનગર 42.0°
અમદાવાદ 41.9°
ગાંધીનગર 41.8°
રાજકોટ 41.3°
ડીસા 40.8°
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement