શોધખોળ કરો
આજે ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? કઈ જગ્યાએ પડી શકે છે ધોધમાર વરસાદ? જાણો વિગત
હવામાન ખાતાએ મંગળવારથી આગામી ત્રણ દિવસ એટલે કે ગુરુવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના
![આજે ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? કઈ જગ્યાએ પડી શકે છે ધોધમાર વરસાદ? જાણો વિગત Today the weather department has done big forecasts about the rains in Gujarat આજે ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? કઈ જગ્યાએ પડી શકે છે ધોધમાર વરસાદ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/10113915/Rain-Image.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: હવામાન વિભાગની આગાવી વચ્ચે મંગળવારે અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, હાલોલ અને વડોદરા સહિત ગુજરાતના મોટા ભાગમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં 7 ઈંચ ખાબક્યો હતો. જોકે આજે અને કાલે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
બંગાળની ખાડીના વાયા ઓરિસ્સા અને ઝારખંડ ગુજરાત તરફ ફંટાયેલા લો-પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન ખાતાએ મંગળવારથી આગામી ત્રણ દિવસ એટલે કે ગુરુવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
જોકે IMD ગુજરાતના ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું હતું, અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે આજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ રહેશે તેવું લાગી રહ્યું છે. મહત્વની વાત છે કે, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને ચેતવણી પણ આપવામાં આવી છે.
આજે એટલે 28મીએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)