Watch: અમદાવાદમાં જાહેર રસ્તા પર યુવક પર છરી વડે જીવલેણ હુમલો, જુઓ વીડિયો
અમદાવાદમાં નારોલ કેનાલ પાસે જાહેરમાં એક યુવકને ક્રૂરતા પૂર્વક માર માર્યાની ધટના બની છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
Ahemdabad News:અમદાવાદના નારોલ વિસ્તારમાં એક યુવક પર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના બની છે. યુવકને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાના કારણે હુમલો કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટના દસ દિવસ પહેલા બની હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં જોઇ શકાય છે કે શખ્સ પર બે હુમલાખોરો તૂટી પડે છે અને તેમને લાકડી અને છરી વડે જીવલેણ માર મારે છે. પીડિત યુવકે આ મામલે નારોલ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ કરી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં પ્રાથમિક દષ્ઠીએ પ્રેમ પ્રકરણ જવાબદાર હોય તેવી લાગી રહ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યાં છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ જતાં દસ દિવસ બાદ આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
- ક્રાઈમ બ્રાન્ચે કરી બે ખાનદાની ચોરની ધરપકડ, માતા સામે છે 100થી વધારે ગુના
અમદાવાદ:
અકબર સૈફી નામના આરોપીની માતા રજીયા સુલતાન સામે તો 100 થી વધારે ચોરીની ફરિયાદ થઈ ચૂકી છે. આરોપી અકબર સૈફી 18 વર્ષનો હતો ત્યારથી તસ્કરી ગેંગમાં સામેલ થયો હતો. બન્ને આરોપીઓએ ભૂતકાળમાં એકવાર દુકાનના શટર તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા જેથી તેમને ચોરી કરવા માટે ફ્લેટને ટાર્ગેટ કરતા હતા. ઝડપાયેલ આરોપીઓ ઉપર અલગ અલગ રાજ્યોમાં ચોરીની ઘટના મામલે ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
અમદાવાદની ક્રાઈમ બ્રાંચ ટીમને બાતમી મળી હતી કે મણિનગર વિસ્તારમાં થયેલીની ચોરીના મુદ્દા માલ સાથે આરોપીઓ સેટેલાઈટ વિસ્તારમાં હતા. આરોપી પાસે 74 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી બાબતો પણ સામે આવી છે. આરોપીઓ ફ્લેટમાં ચોરી કરવા માટે તેઓ સવારે 11 થી 5 વાગ્યા સુધીનો સમય પસંદ કરતા. એટલે કે માત્ર ને માત્ર દિવસ દરમિયાન જ તેઓ ફ્લેટમાં ઘૂસી ચોરી કરતા, ફ્લેટ એટલા માટે પસંદ કરતા કેમ કે નાના ફ્લેટમાં ઝડપથી ચોરીની ઘટનાને અંજામ આપી શકાય અને વધુ મહેનતની જરૂર ન પડે.
ચોરી કરવા માટે તેઓ અલગ અલગ રાજ્યમાં જતા અને બનાવટી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ તૈયાર કરતા. જેથી કરીને જે તે શહેરમાં જાય તો હોટલમાં રહેવા માટે આધાર પુરાવા રજૂ કરી શકાય. આરોપી અકબર સૈફી સામે અલગ અલગ રાજ્યોમાં કુલ 26 જેટલા ગુના ચોરીના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે તેના જ સંબંધી રમેશ રાજપુતના સામે 13 જેટલા ગુના થઈ ચૂક્યા છે. આ બંને આરોપીઓએ અમદાવાદમાં મણિનગર અને સેટેલાઈટ વિસ્તારમાં ચોરી કરી ચૂક્યા છે. સૌથી ચોકાવનારી બાબતો એ છે કે પકડાયેલ બંને આરોપીનો પરિવાર વર્ષોથી ચોરીની ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે.