અમદાવાદની સ્કૂલોને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડોગ સ્કવૉડની ટીમોએ શરૂ કરી તપાસ
અમદાવાદની સ્કૂલોને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ હતી.

અમદાવાદની સ્કૂલોને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદની બે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદની બે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી પોલીસ પણ દોડતી થઈ હતી. સંત કબીર અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીભર્યા ઈ-મેઈલ બાદ શાળામાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ, બોમ્બ સ્કવૉડ અને ક્રાઈમબ્રાંચની ટીમોએ તપાસ શરૂ કરી હતી. સ્કૂલ તરફથી વાલીઓને જાણ કરાતા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા. સ્કૂલ તરફથી વાલીઓને સ્કૂલેથી બાળકોને લઈ જવા સૂચના અપાઈ હતી.
વહેલી સવારે બેથી વધુ સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાના ઈમેઈલ મળ્યા હતા. ધમકીભર્યા ઈ-મેઈલના પગલે સ્કૂલ તરફથી તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે બોમ્બ અને ડોગ સ્કવૉડની ટીમોએ સ્કૂલોમાં ચેકિંગ શરૂ કર્યું હતું. સલામતીના ભાગરૂપે વાલીઓને બાળકોને સ્કૂલેથી લઈ જવા માટે સૂચના અપાઈ છે. સંત કબીર સ્કૂલની અલગ-અલગ ત્રણ શાખા અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને ધમકી મળી હતી.સ્કૂલના ક્લાસરૂમ, લોબી અને સ્કૂલના મેદાનમાં તપાસ શરૂ કરાઈ હતી. ધમકીભર્યા ઈ-મેઈલના પગલે ક્રાઈમબ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. સંત કબીર સ્કૂલ, DPS બોપલ અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને ધમકી મળ્યાની પોલીસે પુષ્ટી કરી હતી. અત્યાર સુધીમાં ત્રણ સ્કૂલે બોમ્બની ધમકીભર્યા મેસેજ અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી.
સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ તથા વસ્ત્રાપુરની સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ તપાસ શરૂ કરી હતી. સ્કૂલ શરૂ થયાના ગણતરીના સમયમાં જ સ્કૂલ વહીવટી તંત્રને બોમ્બ અંગેનો ઈમેલ મળ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટે વિલંબ કર્યા વગર તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે બંને સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ અને ફોન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને ઘરે લઈ જાય. અચાનક શાળાએ મેસેજ મળતા જ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલે પહોંચ્યા હતા.




















