ઝાયડસની કોરોના વેક્સિનને લઈને શું આવ્યા મોટા સમાચાર? કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શું કહ્યું? જાણો વિગત
ઝાયકોવ ડી માટે ઝાયડસે મંજૂરી માગી છે. સમીક્ષા કરી મંજૂરી અપાશે. ઝાયડ્સની વેકસીન dna બેઝડ છે. આ વેકસીનનો લાભ દેશને મળશે. વેકસીન માટે મેન્યુફેક્ચરિંગ અને સપ્લાયનો ડિસેમ્બર સુધીનો પ્લાન છે.
અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ઝાયડ્સ બાયોટેકની મુલાકાત લીધી હતી. ડિસેમ્બર સુધીમાં દેશની જનતાને વેકસીનેટ કરવાનું કેન્દ્ર સરકારનું આયોજન હોવાનું તેમણે જણાવ્યું હતું. કોરોના સામેની લડાઈમાં ઝાયડ્સ બાયોટેક દ્વારા ઝાયકોવ ડી માટે મંજૂરી માગ્યા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડ્સ બાયોટેકની મુલાકાત લીધી.
ઝાયકોવ ડી માટે ઝાયડસે મંજૂરી માગી છે. સમીક્ષા કરી મંજૂરી અપાશે. ઝાયડ્સની વેકસીન dna બેઝડ છે. આ વેકસીનનો લાભ દેશને મળશે. વેકસીન માટે મેન્યુફેક્ચરિંગ અને સપ્લાયનો ડિસેમ્બર સુધીનો પ્લાન છે. જુલાઈમાં 13 કરોડ ડોઝ મળશે, પોપ્યુલેશન મુજબ સપ્લાય કરીશું. તમામ રાજ્યને અમે આંકડાઓ આપ્યા છે, કેટલા ડોઝ કોને આપીશું એ પ્લાન નક્કી છે. ડિસેમ્બર પહેલા 18 વર્ષથી ઉપરના તમામને વેકસીન આપવાનું આયોજન છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત કરી છે. દર મહિને 10 કરોડ ડોઝ સિરમ બનાવે છે. બાળકો માટે ટ્રાયલ બેઝ પર કેટલીક કંપનીઓએ મંજૂરી માગી છે. સાંજે હેસ્ટર લિમિટેડની મુલાકાત લઈ એની સમીક્ષા કરીશ. વેકસીનેશન અભિયાન તેજીથી ચાલે એવા પ્રયાસો છે.
ઝાયડ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેકટર પંકજ પટેલ સાથેની સમીક્ષા બેઠકમાં હાલમાં ઝાયડ્સ ગ્રુપની વેકસીન ઝાયકોવ ડી અંગેની સમીક્ષા મનસુખ માંડવીયા એ કરી. કેન્દ્ર સરકારના આયોજન અંગે પણ મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું અને કહ્યું કે સમગ્ર દેશની 130 કરોડ જનતાને ડિસેમ્બર મહિના સુધીમાં વેકસીન આપવાં સુધીની કેન્દ્ર સરકારની તૈયારીઓ છે.
ચાલુ મહિનામાં કેન્દ્ર સરકારને 13 કરોડ ડોઝ મળશે જે અલગ અલગ રાજ્યોમાં જરૂરિયાત અનુસાર પહોંચાડવામાં આવશે. દેશના અલગ અલગ રાજ્યોએ કેન્દ્ર સરકારને પોતાની જરૂરિયાત અનુસાર આંકડાઓ આપેલા છે તે મુજબ ક્યાં રાજ્યને કેટલા ડોઝ આપવા તે અંગે નિર્ણય કરવામાં આવશે.
ઝાયડ્સની સાથે સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ દર મહિને દસ કરોડ ડોઝ બનાવવામાં આવી રહ્યા છે. જેની કોવિશિલ્ડ હાલ દેશભરમાં આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ત્રીજી વેવમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે અલગ અલગ છ થી સાત કંપનીઓએ ટ્રાયલ બેઝ માટે મંજૂરી માંગી છે. એક દિવસના કાર્યક્રમમાં મનસુખ માન્ડવીયા બપોરે હેસ્ટર લિમિટેડની મુલાકાત લેશે.હેસ્ટર અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે થયેલા કરાર અનુસાર હેસ્ટર કંપની દ્વારા પણ સિરમની પેટર્નના ડોઝ બનાવવની કામગીરી કરવામાં આવી રહી છે.