Ashaben Patel Died : ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, પાર્થિવ દેહની અંતિમ વિધિ સિદ્ધપુરમાં કરાશે
Ashaben Patel Died : ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
LIVE
Background
અમદાવાદઃ ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેમને બચાવી શકાયા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયાનું ઝાયડસ હોસ્પિટલે જણાવ્યું હતું. આજે સવારે જ આશાબેનના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઝાયડસ પહોંચ્યા હતા. તબીબો સાથે કરેલી વાતચીતનો હવાલો આપી સી.આર.પાટીલે સ્પષ્ટ કર્યુ છે કે હાલની સ્થિતિએ આશાબેનના સ્વાસ્થ્યની સ્થિતિ કાબુ બહારની છે.
પાર્થિવ દેહની અંતિમ વિધિ સિદ્ધપુરમાં
આશાબેન પટેલના પાર્થિવ દેહને ઊંઝાના સ્વપ્ન બંગ્લોઝ નિવાસ સ્થાને લઇ જવામાં આવશે. સ્વપ્ન બંગ્લોઝથી મોડી સાંજે પાર્થિવ દેહને APMC ઉંઝા લઈ જવાશે. રાત્રી દરમ્યાન પાર્થિવ દેહ ઉંઝા APMC ખાતે રાખવામા આવશે. બાદમાં આવતીકાલે સવારે ઉંઝા શહેરમાં અંતિમ યાત્રા યોજાશે. સવારે અંતિમ યાત્રા તેમના વતન વિશોળ ગામે જશે. વિશોળથી પાર્થિવ દેહને સિદ્ધપુર અંતિમધામ લઈ જવાશે. જે બાદ સિદ્ધપુરમાં સ્વ.આશાબેન પટેલનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન થશે
પીએમ મોદીએ આશાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો
આશાબેનના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ છે. પીએમ મોદીએ લખ્યું- ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... ઓમ શાંતી...॥
ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... ઓમ શાંતી...॥ pic.twitter.com/tC95BcXQMR
— Narendra Modi (@narendramodi) December 12, 2021
રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો
રાજકીય નેતાઓએ આશાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોર કાનાની, દર્શના જરદોશ, પરષોત્તમ સાબરિયા, ભૂષણ ભટ્ટ, સીઆર પાટીલ, હર્ષ સંઘવી, અમિત શાહ, અર્જૂન મોઢવાડિયા, ઝંખના પટેલ, ઋષિકેશ પટેલ, ગુલાબસિંહ રાજપૂત, ભરત પંડ્યા, શંકર ચૌધરી, વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ ટ્વીટ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશાબેનના નિધન પર ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો, લખ્યું- મધ્યાહને સુરજ આથમયો .....
મધ્યાહને સુરજ આથમયો .....નાની ઉમરે લડાયક અને જાગૃત જન પ્રતિનિધિ તરીકે હરહંમેશ પ્રજાની પડખે રહેનાર ડૉ. આશાબેન પટેલના અવસાનથી ઊંડા શોકની લાગણી અને શ્રદ્ધાંજલી અર્પણ કરૂ છું. pic.twitter.com/migBKa2BiV
— Vijay Rupani (@vijayrupanibjp) December 12, 2021
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 12, 2021
શ્રી ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને આપેલી સેવાઓની સરાહના કરી છે. pic.twitter.com/lyjNWkB5nr