![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
UPના આ ગેંગસ્ટરે સાબરમતી જેલમાં ધામધૂમથી મનાવી હોળી? કઈ પાર્ટી સાથે છે જોડાયેલા?
પૂર્વ સાંસદ અને બાહુબલી અતીક અહેમદ (Atiq Ahmed)ની બે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં દાવો કરાયો છે કે, આ તસવીરો સાબરમતી જેલની છે.
![UPના આ ગેંગસ્ટરે સાબરમતી જેલમાં ધામધૂમથી મનાવી હોળી? કઈ પાર્ટી સાથે છે જોડાયેલા? UP gangster Atiq Ahmed photos viral, claim Sabarmati jail holy celebration photos UPના આ ગેંગસ્ટરે સાબરમતી જેલમાં ધામધૂમથી મનાવી હોળી? કઈ પાર્ટી સાથે છે જોડાયેલા?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/2a558219b9ca0577af7758059e02a951_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: પૂર્વ સાંસદ અને બાહુબલી અતીક અહેમદ (Atiq Ahmed)ની બે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં દાવો કરાયો છે કે, આ તસવીરો સાબરમતી જેલની છે. આ તસવીરો હોળીના દિવસે જેલમાંથી લેવાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તસવીરોમાં બાહુબલી અતીક અહેમદ અબીલ-ગુલાલ ઉડાડીને હોળીની મજા માણતો જોવા મળે છે. આ વાયરલ થઈ રહેલી તસવીરોને કારણે સવાલો ઉભા થયા છે.
સોશિયલ મીડિયા પર આ તસવીરો અંગે દાવો કરાઈ રહ્યો છે કે, અતીક અહેમદ ગુજરાતની જેલમાં પણ પોતાની પ્રતિષ્ઠાનો ઉપયોગ કરીને જલસા કરી રહ્યો છે. આ તસવીરો પર લોકો ભારે કોમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, જો અતીક અહેમદ યોગીના રાજમાં યુપીની કોઈ જેલમાં હોત તો તે આ રીતે મહેફિલ સજાવવાની હિંમત ન કરી શક્યો હોત.
પૂર્વ સાંસદ અતીક અહેમદ 27 ફેબ્રુઆરી, 2017થી જેલમાં છે. છેલ્લા ત્રણ વર્ષથી તે સુપ્રીમ કોર્ટના આદેશથી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. આ તસવીરમાં અતીક સાથે અન્ય કેટલાક લોકો ખુરશીઓ પર બેઠા છે. ટેબલ પર મીઠાઈ અને ચાના કપ રાખેલા છે અને બીજા બધા કેદીઓ પાછળ જમીન પર બેઠેલા જોવા મળે છે.
બુધવારને બદલે આજે કેમ મળી ગુજરાત કેબિનેટની બેઠક? જાણો શું છે કારણ?
ગાંધીનગરઃ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે સવારે કેબિનેટ બેઠક મળી હતી. બુધવારે ગોવાના મુખ્યમંત્રીની શપથવિધિની શક્યતાને લઈને કેબિનેટ બેઠક આજે મળી હતી. ગોવાના મુખ્યમંત્રીની શપથ વિધિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર. આજે સવારે 10 વાગ્યે વિધાનસભા સત્ર હોવાથી 8 વાગ્યે કેબિનેટ બેઠક મળી હતી.
વિધાનસભાની કામગીરી મહત્વના બિલો સંદર્ભે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. સરકારની નીતિ વિશયક બાબતો પણ થશે ચર્ચા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)