(Source: ECI/ABP News/ABP Majha)
પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર 'શાંતિ બિઝનેસ સ્કૂલ'માં વેક્સિનેશન કેમ્પ યોજાયો".
હાલના સમયમાં ચાલી રહેલી કોવિડ-19 વૈશ્વિક મહામારી સામે લડવાનું સૌથી કારગર હથિયાર એટલે "રસીકરણ". અત્યારે સમગ્ર દેશમાં 'કોવિડ-19'થી બચાવ અને રક્ષણ માટે રસીકરણના કાર્યક્રમો ચાલી રહ્યા છે
અમદાવાદઃ હાલના સમયમાં ચાલી રહેલી કોવિડ-19 વૈશ્વિક મહામારી સામે લડવાનું સૌથી કારગર હથિયાર એટલે "રસીકરણ". અત્યારે સમગ્ર દેશમાં 'કોવિડ-19'થી બચાવ અને રક્ષણ માટે રસીકરણના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ"માં 'કોવિડ-19' "રસીકરણ"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ "રસીકરણ" કાર્યક્રમમાં શાંતિ બિઝનેસ સ્કૂલ" સાથે સંકળાયેલા લગભગ 70 જેટલા મહિલા અને પુરૂષ કર્મચારીઓ અને પ્રાધ્યાપકોએ રસીનો પ્રથમ શોટ લીધો હતો.
રસીનો પહેલો શોટ 'શાંતિ બિઝનેસ સ્કૂલ'ના ડીરેક્ટર 'ડો. નેહા શર્મા' એ લીધો હતો, તે પછી મહિલા કર્મચારીઓ અને છેલ્લે પુરૂષ કર્મચારીઓએ રસી લીધી હતી.
આ અંગે સંસ્થાના ડીરેક્ટર 'ડો. નેહા શર્મા'એ જણાવ્યું કે "પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર, દરેક નાગરિકે "રસીકરણ"ના આ મહા-અભિયાનમાં ભાગ લેવો જોઈએ."
કાર્યક્રમના સંયોજક પ્રો. પિલ્લયે જણાવ્યું કે, રસીકરણ સુશ્રી એકતા પટેલના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, રસીકરણની સુવિધા અર્બન હેલ્થ સેન્ટર, વેજલપુર દ્વારા આપવામાં આવી હતી. એસ્ટેટ સ્ટાફ, સુરક્ષા અને માળીઓ સહિતના તમામ કર્મચારીઓને પણ રસીનો પ્રથમ શોટ આપવામાં આવ્યો હતો.