શોધખોળ કરો
Advertisement
આજથી રવિવાર સુધી ગુજરાતના કયા-કયા જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ? જાણો વિગત
ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ફરીથી વધ્યું છે ત્યાર હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં શુક્રવારથી રવિવાર સુધી વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહેસાણા: ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ફરીથી વધ્યું છે ત્યાર હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં શુક્રવારથી રવિવાર સુધી વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો, વેપારીઓની સાથે જેમના ત્યાં લગ્ન સહિત શુભ પ્રસંગો આયોજીત કરવામાં આવ્યા છે તેવા પરિવારોમાં ચિંતા જોવા મળી રહી છે.
ગુરુવારે સવારે આકાશમાં વાદળો જોવા મળ્યાં હતાં. પરંતુ બપોર બાદ વિખેરાઈ ગયા હતાં. વાદળોના કારણે તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી નીચે ઉતર્યો છે પરંતુ બફારાના કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી હતી. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં બપોર દરમિયાન વિજળી ડૂલ થતાં પ્રજા ત્રસ્ત જોવા મળી હતી.
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાકિસ્તાનમાં ઉભા થયેલા સર્ક્યુલેશનના કારણે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી માવઢું અને વાવાઝોડાની દહેશત ઉભી થઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં શનિ-રવિવારે વાવાઝોડા સાથે વરસાદ પડશે તેવી સંભાવના છે. આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલ્ટાને લઈને મોડાસા માર્કેટયાર્ડે ખેડૂતોને માલ-મીલકતની તકેદારી રાખવા સલાહ આપી છે અને આ અંગે સરક્યુલેશન બહાર પાડી ખેડૂતોને મોકલવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement