શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં 28 અંડરપાસમાં ચાલુ વરસાદે ન જવાની ચેતવણી, 18માંથી પાણી કાઢવા મુકાશે પંપ

વાહન ચાલકોએ આ 28 જેટલા અંડર બ્રિજ જ્યારે વરસાદમાં પાણી ભરાય તે સમયે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો

અમદાવાદઃ ચોમાસા દરમિયાન અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચોમાસા દરમિયાન 28 જેટલા અંડર બ્રિજમાં વરસાદનું પાણી ભરાય છે ત્યારે આ અંડર બ્રિજમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.  જોકે 18 જેટલા અંડરપાસમાંથી પાણી કાઢવા 1.15 કરોડના ખર્ચે પંપ મુકાશે. પરંતુ આ પહેલા જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે જેથી કરીને વાહન ચાલકોએ આ 28 જેટલા અંડર બ્રિજ જ્યારે વરસાદમાં પાણી ભરાય તે સમયે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો. 

જેમાં સ્ટેડિયમ અંડરપાસ, ઉસ્માનપુરા અંડરપાસ, અખબારનગર અંડરપાસ, નિર્ણયનગર અંડરપાસ, મણિનગર(દક્ષિણી) અંડરપાસ, પરિમલ અંડરપાસ, કુબેરનગર અંડરપાસ, મીઠાખળી પેડિસ્ટ્રેન(ગાંધીગ્રામ) અંડરપાસ, મીઠાખળી અંડરપાસ, બોટાદ ખોડિયાર ગેજલાઇનના અંડરપાસ, સિલ્વર સ્ટાર ચાર રસ્તા લેવલ ક્રોસિંગ, ચેનપુર પાસે આઇઓસી અંડરપાસ, ચેનપુર લેક ક્રોસિંગ,ચાંદલોડિયા લેક ક્રોસિંગ, અગિયારસ માતા મંદિર વાડજ લેવલ ક્રોસિંગ, વસ્ત્રાપુર રેલવે સ્ટેશન ક્રોસિંગ, ચામુંડા ક્રોસિંગ, મકરબા ક્રોસિંગ, ઉમા ભવાની એલસી 241, આઇઓસી રોડ, ચાંદખેડા,જીએસટી અંડરપાસ, જલારામ અંડરપાસ, શાહીબાગ અંડરપાસ, કાળીગામ ગરનાળા, ભાડજ અંડરપાસ, વૈષ્ણોદેવી અંડરપાસ, મુમદપુરા અંડરપાસ, ત્રાગડ અંડરપાસનો સમાવેશ થાય છે. 

ચોમાસામાં અમદાવાદ શહેરમાં 178 સ્થળે ભૂવા પડવાનું નક્કી છે. AMCએ રોડ મજબૂત બનાવવાના બદલે ભયજનક રોડના બોર્ડ લગાવવાનો નિર્ણય કર્યો છે.  દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 27 સ્થળે ભૂવા પડવાની આશંકા વ્યક્ત કરાઇ છે. તો ઉત્તરમાં 24, મધ્યમાં ભૂવા પડે તેવા 16 સ્થળ આઈડેન્ટીફાય કરાયા છે. 

ચોમાસાનો હજુ તો પ્રારંભ થયો છે ત્યાં જ આચરાયેલા ભ્રષ્ટાચારની પોલ ખૂલવાનું શરૂ થયું છે. પડધરી તાલુકામાં દોઢથી બે ઈંચ જેટલો સીઝનનો પ્રથમ વરસાદ નોંધાયો હતો. ત્યાં સરપદડ ગામમાં નવા પુલનો કેટલોક ભાગ જમીનમાં બેસી ગયો હતો. પુલ તૂટતા હાલ તો સલામતીના ભાગરૂપે પુલ પર વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે. આ પુલ એકસાથે આઠથી દસ ગામોને જોડે છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જૂનો રાજાશાહી વખતનો પુલ હજુ પણ અડીખમ છે. જ્યારે થોડા સમય પહેલા નિર્માણ કરાયેલા નવા પુલના વચ્ચેથી બે કટકા થઈ ગયા હતા.                                                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યોGir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલSurat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Embed widget