શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં કરિયાણા, શાકભાજીનાં દુકાનદારોએ ધંધો શરૂ કરવા કઈ શરતો પાડવી પડશે
આઈ.એે.એસ અધિકારી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, તમામ સુપરસ્પ્રેડર્સનું સ્ક્રિનિંગ કર્યાં પછી જ આ છૂટનો અમલ કરાશે.
અમદાવાદ: કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન ચાલુ છે ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે, જેમાં રાજીવ ગુપ્તાએ અમદાવાદમાં અનાજ-કરિયાણા, ફળ, શાકભાજી અને અનાજ દળવાની ઘંટી પણ 15મી મેથી ચાલુ કરવાની છૂટ આપવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ચુસ્ત પાલનની શરત સાથે આ છૂટ આપવામાં આવી છે.
આઈ.એે.એસ અધિકારી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, તમામ સુપરસ્પ્રેડર્સનું સ્ક્રિનિંગ કર્યાં પછી જ આ છૂટનો અમલ કરાશે. દૂધ વેચનારાઓને પણ સ્ક્રિનિંગમાં આવરી લેવામાં આવશે. તેમનું સ્ક્રિનિંગ કરીને તેમને હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે. આ કાર્ડ સમયાંતરે રિન્યુ કરાવવો પડશે. કયા-કયા વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવશે તેની પછી જાહેરાત કરવામાં આવશે. 15 મેથી લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
15મે પછી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી શરતોને આધીન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિચ્છીત વોર્ડમાં ખુલ્લી રાખી શકાશે. આ તમામ દુકાનદારોએ કોરોપ્રેસન દ્વારા સ્ક્રીનીંગ પૂર્ણ કરી હેલ્થ સ્ક્રીનીંગ કાર્ડ ઇસ્યૂ કરવાના રહેશે. ઉપરાંત કરિયાણું, શાકભાજી, ફળફળાદિ તથા અનાજ દળવાની ઘંટી તેમને ફાળવણી કરેલા વોર્ડમાં નિશ્ચિત કરેલાં વિસ્તારમાં ખુલ્લા રાખી શકાશે.
આ તમામ ધંધાર્થીઓએ માત્ર છૂટછૂટ અપાયેલી ચીજવસ્તુઓનું જ વેચાણ કરી શકશે. નિશ્ચિત સમયગાળા બાદ વેચાણ કરી શકાશે નહીં. વેપાર કરતાં સમયે હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ ફરજિયાત રાખવું પડશે. આ કાર્ડ દર 7 દિવસે રિન્યુ કરાવવાનું રહેશે. વેચાણ કરતાં સમયે સામાજિક અંતર રાખવું પડશે. કન્ટેન્ટમેન્ટ એરિયામાં કોઈપણ સ્ટાફને કોઈપણ જાતની કામગિરી સોંપી શકાશે નહીં.
પેમેન્ટને લઈને પણ ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સંક્રમણથી બચવા માટે ડીજીટલ પેમેન્ટથી વ્યવહાર કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. જોકે આમ કરવું ફરજિયાત નથી. એટલે કે રોકડથી વહેવાર કરી શકાશે પણ તેના માટે દુકાનદારે અલગથી ટ્રેન રાખવાની રહેશે. તેવી જરીતે રોકડ પરત આપવાની ટ્રે પણ અલગ રાખવાની રહેશે. રોકડની આપ લે દરમિયાન સીધો સંપર્ક ટાળવાનો રહેશે. ને જો રોકડથી જ વ્યવહાર કરવાનો થાય તો દુકાનદાર અને ગ્રાહકની વચ્ચે પ્લાસ્ટિક અથવા એ પ્રકારનું યોગ્ય આવરણ રાખવાનું રહેશે.
દુકાનમાં કામ કરતાંતમામ (માલિક તેમજ કામદાર) તથા ફેરિયાઓ હેન્ડ ગ્લવ્ઝ, સેનેટાઈઝર, કેપ, માસ્ક વગેરે સતત પહેરી રાખવાના રહેશે. ગ્રાહકોને તેમજ પોતાના વપરાશ માટે હેન્ડ સેનેટાઈઝર રાખવાનું રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion