શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના આ મહિલા ધારાસભ્યને કોરોનાના ચેકઅપ માટે બોલાવાયા હોસ્પિટલ, કોરોના રિપોર્ટ શું આવ્યો?
ગેનીબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો માધ્યમોમાં અહેવાલ છે.
અમદાવાદઃ કોંગ્રેસના નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે. જોકે, ટેસ્ટનો રિપોર્ટ હજુ સુધી ન જાણવા મળ્યો હોવાનો ગેનીબેને દાવો કર્યો છે. રિપોર્ટ આવે તે પહેલાં જ ડોક્ટરે ચેકઅપ માટે બોલાવ્યા હોવાનો પણ ગેનીબેનનો દાવો કર્યો છે. જોકે, ગેનીબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો માધ્યમોમાં અહેવાલ છે.
ત્રણ દિવસ પહેલા ગેનીબેનને શરદી, ખાંસી અને તાવની ફરિયાદ હતી. જેથી તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ગેનીબેન હાલ ગાંધીનગરથી અમદાવાદ હોસ્પિટલમાં આવવા નીકળી રહ્યા છે. નોંધનીય છે કે, અગાઉ ભાજપ અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. હાલ, કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement