શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હાલ ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના કારણે ભારે વરસાદ પડવાની સંભાવના છે.
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, નવસારી, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હાલ ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના કારણે ભારે વરસાદ પડવાની સંભાવના છે. નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, જામનગર, અમરેલી, ગીર-સોમનાથ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
8 અને 9 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, પોરબંદરની સાથે નવસારી, દાહોદ અને પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી છે.
આ અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં હળવાથી ભારે વરસાદ રહેવાનો છે જ્યારે 9 તારીખથી શરુ થતા નવા અઠવાડિયા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement