કેજરીવાલ-માનની ગુજરાત યાત્રા સમયે જ AAPના ક્યા 8 નેતાને પક્ષમાંથી કરી દેવાયા સસ્પેન્ડ ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે ત્યારે જ આમ આદમી પાર્ટીએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ આમ આદમીના પાર્ટીના 8 નેતાને સસ્પેન્ડ કરી દીધા છે
અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે ત્યારે જ આમ આદમી પાર્ટીએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ આમ આદમીના પાર્ટીના 8 નેતાને સસ્પેન્ડ કરી દીધા છે.
આ તમામ 8 સભ્યોને આણંદમાં વિવિધ હોદાઓ સોંપીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે તેમણે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરતા જિલ્લા પ્રમુખે તમામ 8 સભ્યોનું સભ્યપદ રદ કરીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. ગુજરાતની અરવિંદ કેજરીવાલા મુલાકાત સમયે જ આણંદ જિલ્લામાં 8 સભ્યોને હોદા પરથી દૂર કરી દેવાતાં આણંદના રાજકારણમાં ખડભળાટ મચી ગયો છે.
આણંદ આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને મહામંત્રી કિરણભાઇ સોલંકીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, આમ આદમી પાર્ટીના મહેશભાઇ ડાભી, હરેશભાઇ પટેલ, મીહીરભાઇ પટેલ,નરેશભાઇ મકવાણા, ભાઇજીભાઇ ચૌહાણ (મહારાજ), જીગ્નેશભાઇ મહીડા, ધીરસિંહ પરમાર અને બુધાભાઇને વિવિધ હોદા સોંપીને જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
જો કે આ તમામ લોકો ઘણા સમયથી પક્ષવિરોધી પ્રવૃતિ કરતા હતા. આ બબાત ધ્યાને આવતાં આખરે સંગઠનના નિતિનિયમ મુજબ આમ આદમી પાર્ટીએ 8 સભ્યોને હોદા પરથી દૂર કરીને સભ્યપદેથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. હવ પછી આ નેતા પક્ષની ટોપી, ખેસ કે અન્ય સાહિત્યનો દૂર ઉપયોગ કરશે તો પણ તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કેજરીવાલના પ્રવાસનો ત્રીજો દિવસ
અમદાવાદઃ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે.
તે સિવાય અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આપના નેતાઓ સાથે બેઠક કરશે. વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભે પદાધિકારીઓ સાથે બેઠક કરશે. પ્રદેશના પદાધિકારીઓ અને કોર કમિટી સાથે કેજરીવાલની બેઠક કરશે. કેજરીવાલ અને માન આજે સાંજે દિલ્હી પરત ફરશે.
કોરોનાનો નવો વેરિયન્ટઃ ઓમિક્રોન કરતાં 10 ટકા વધુ ઝડપે ફેલાશે નવો વેરિયન્ટ, જાણો WHOએ શું ચેતવણી આપી
Astro: નોકરીમાં પ્રમોશન માટે લીલી ઈલાયચીનો આ ઉપાય છે ખૂબ ચમત્કારી, અપનાવતાં જ બતાવવા લાગે છે અસર
i-Khedut: આ પોર્ટલ પરથી ગુજરાતના ખેડૂતોને આંગળીના ટેરવે મળે છે હવામાન સહિતની તમામ માહિતી, જાણો વિગત