શોધખોળ કરો

કોરોનાથી મોત થયેલ કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ કોણ હતા? જાણો આ રહી સંપૂર્ણ વિગતો

કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાયરસના કારણે નિધન થયું હતું. છેલ્લા ઘણાં દિવસથી તેઓ હોસ્પિટલમાં એડમિટ હતાં.

અમદાવાદ: કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાયરસના કારણે નિધન થયું હતું. છેલ્લા ઘણાં દિવસથી તેઓ હોસ્પિટલમાં એડમિટ હતાં. કોરોના પોઝિટિવ આવ્યા એ પહેલા તેઓ બિમાર હતા. બદરૂદ્દીન શેખને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ અને તેમના પત્નીને એકસાથે કોરોના પોઝિટિવ આવ્યો હતો. બદરૂદ્દીન શેખને કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલની એકદમ નજીકના માનવામાં આવતાં હતા. એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં હતા. કોંગ્રેસ માટે ખૂબ જ મોટી ખોટ પડી છે. તેમને ડાયાબીટીશ, હાર્ટની તકલીફ, સ્થૂળતા વગેરે બીમારીઓ પણ હતી. તેમની ઉંમર 65 વર્ષની હતી. નોંધનીય છે કે, અમદાવાદના દાણીલીમડા-બહેરામપુર સહિતના વિસ્તારોમાં કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિમાં ગરીબો અને જરૂરીયાતમંદોની મદદે તેઓ દોડી ગયા હતા. પરપ્રાંતિય મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરવી અને જરૂરીયાતમંદોને રાહત કીટો પહોંચાડવા માટે તેઓ તેમના મતવિસ્તારમાં લોકોની વચ્ચે રહેતા હતા. તે દરમિયાન તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જે ચેપ તેમનાથકી તેમની પત્નીને પણ લાગ્યો હતો. તેમની પત્ની હાલમાં એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમને રહી ચૂક્યા હતા. વર્ષ 2010માં AMCના વિપક્ષના નેતા હતા. 2000થી 2003 સુધી AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રવક્તા પણ રહ્યાં હતાં. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના વર્ષ 1985-1990 જનરલ સેક્રેટરી હતા. આ સિવાય પણ કેન્દ્ર સરકાર અંતર્ગત ખ્વાજા સાહેબ દરગાહ કમિટીના પ્રમુખ પણ રહ્યા. વર્ષ 1979-1980માં ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર રહ્યા હતા. દાણીલીમડા-બહેરામપુરા વિસ્તારમાં તેઓ એક સ્કૂલ પણ ચલાવી રહ્યા છે અને અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલ છે. નવગુજરાત કોલેજમાં જીએસ તરીકે રહ્યા બાદ તેમણે લોનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને વકીલ બન્યા હતા અને પછી કોંગ્રેસ સાથે રાજકારણમાં જોડાઈ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા

Embed widget