શોધખોળ કરો

કોરોનાના કેસ વધતા હવે અમદાવાદમાં આ સ્થળોએ રસીનો બીજો ડોઝ લીધો નહીં હોય તો પ્રવેશ નહીં મળે

મહત્વનું છે કે બુધવારે પણ જોધપુર વોર્ડમાં કોરોના (Corona Virus)ના પાંચ, ચાંદખેડા, ઈસનપુરમાં 4-4 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 16 હજારથી વધુ લોકોને કોવિડ રસીકરણ કરાયું છે.

દિવાળી બાદ અમદાવાદમાં કોરોના (Corona Virus)ના કેસમાં ઉછાળો આવ્યો છે. બુધવારે 16 બાદ ગુરુવારે પણ 14 કેસ નોંધાતા શહેરમાં 2 દિવસમાં 30 જેટલા કેસ નોંધાયા છે. શહેરમાં ગુરુવારે ચાંદખેડામાં પાંચ, ઘાટલોડિયામાં 3, ચાંદલડિયા, વેજલપુર અને જોધપુર વોર્ડમાં કોરોના (Corona Virus)નો નવો 1-1 કેસ નોંધાયો છે. જ્યારે અન્ય વિસ્તારોમાં 1-1 કેસ મળી કુલ 14 કેસ નોંધાયા હતા. ઈસનપુર વોર્ડમાં આવેલા દેવકેસલ ફ્લેટ-1ના વીસ ફ્લેટના 85 લોકોને માઈક્રો કન્ટેઈમેંટમાં મુકવામાં આવ્યા છે.

અમદાવાદમાં પાંચ મહિના પછી કોઈ વિસ્તારને કન્ટેઈમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે. મહત્વનું છે કે બુધવારે પણ જોધપુર વોર્ડમાં કોરોના (Corona Virus)ના પાંચ, ચાંદખેડા, ઈસનપુરમાં 4-4 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 16 હજારથી વધુ લોકોને કોવિડ રસીકરણ કરાયું છે.

અમદાવાદમાં આજથી AMTS, બીઆરટીએસમાં કોવિડ વેક્સીનનો બીજો ડોઝ ન લીધો હોય તો તેમને પ્રવેશ નહીં મળે. બુધવારે એક જ દિવસમાં 16 કેસ નોંધાતા કોર્પોરેશને સંક્રમણને નિયંત્રિત કરવા AMTS, BRTS ઉપરાંત કાંકરીયા લેકફ્રન્ટ,સાબરમતી રિવરફ્રન્ટ,સ્વિમિંગ પુલ,લાયબ્રેરી સાથે સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જીમખાના, AMC હસ્તકની તમામ કચેરીઓ, સિવિક સેન્ટરોમાં વેકિસનનો બીજો ડોઝ લીધો નથી એવા તમામ લોકોને આ સ્થળોએ પ્રવેશ આપવામાં આવશે નહીં.

આ સ્થળોએ પ્રવેશ મેળવવા માટે કોરોના (Corona Virus) વેકિસનના બંને ડોઝ લીધા હોવા અંગેનું પ્રમાણપત્ર બતાવવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં હજુ પણ નવ લાખથી વધુ લોકોએ કોરોના (Corona Virus) વેકિસનનો બીજો ડોઝ લેવાનો હજુ બાકી છે.

શહેરના ઉત્તર ઝોનમાં  સૌથી વધુ ૧ લાખ ૬૦ હજાર ૧૯૨ લોકોએ હજુ સુધી કોરોના (Corona Virus) વેકિસનનો બીજો ડોઝ લીધો નથી. જયારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા ૭૯ હજાર ૧૦૫ લોકોને કોરોના (Corona Virus) વેકિસનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. આ તમામ લોકોને ઝડપી રસી લઈ લેવા માટે સમજાવવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો ઝટકો, સેમ કરન 8 રન બનાવીને આઉટ

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો ઝટકો, સેમ કરન 8 રન બનાવીને આઉટ
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો ઝટકો, સેમ કરન 8 રન બનાવીને આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'

BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?

China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો

Embed widget