શોધખોળ કરો
Advertisement
અમદાવાદ. વી.એસ. હોસ્પિટલમાંથી મહિલાનો મૃતદેહ ગાયબ, પુત્ર કેનેડાથી આવ્યો તો મળ્યો શું જવાબ ?
11 તારીખે મહિલાનું મોત થયા બાદ કોલ્ડ સ્ટોરેજમાં લવાયો હતો. મહિલા મૃતકનો અન્ય મોટો પુત્ર હાલ કોવિડના કારણે હોસ્પિટલમાં દાખલ છે. પિતા પણ ઉંમરલાયક હોવાથી પુત્ર વિદેશથી અંતિમ વિધિ માટે આવ્યો હતો.
અમદાવાદઃ શહેરની વી.એસ હોસ્પિટલમાં ફરી મોટી બેદરકારી સામે આવી છે. લેખાબેન ચંદ નામમાં મહિલા મૃતકનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાંથી ગાયબ થઈ ગયો છે. 65 વર્ષની મહિલાનો મૃતદેહ તેમના ઘરે મૃત્યુ થતા કોલ્ડ સ્ટોરેજમાં લવાયો હતો. મૃતકના પુત્ર કેનેડા હોવાથી લવાયો કોલ્ડ સ્ટોરેજમાં હતો.
11 તારીખે મહિલાનું મોત થયા બાદ કોલ્ડ સ્ટોરેજમાં લવાયો હતો. મહિલા મૃતકનો અન્ય મોટો પુત્ર હાલ કોવિડના કારણે હોસ્પિટલમાં દાખલ છે. પિતા પણ ઉંમરલાયક હોવાથી પુત્ર વિદેશથી અંતિમ વિધિ માટે આવ્યો હતો. કેનાડાથી માતાની અંતિમવિધિ માટે આવેલા પુત્રે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું મારી મમ્મીના અંતિમ દર્શન માટે અમદાવાદ આવ્યો હતો. હું મારી આઠ મહિનાની દીકરીને કેનાડા મુકીને મારી માતાની અંતિમવિધિ માટે અહીં આવ્યો છું. અહીં જે અધિકારીઓ બેઠા છે, એમની પાસે કોઈ જવાબ નથી. તંત્ર દ્વારા જવાબદાર માણસને બોલાવવામાં આવતો નથી. પરિવારના સભ્ય દ્વારા જણાવાયું હતું કે, અમે પાંચ લોકો મૃતદેહ કોલ્ડસ્ટોરેજમાં મૂકી ગયા હતા. પાડોશી પણ સાથે હતા. કોલ્ડસ્ટોરેજમાં જ્યાં મહિલાની ડેડબોડી રાખવામાં આવી હતી, ત્યાંથી કોઈ પુરુષની ડેડબોડી મળી આવી છે.
મહિલાના પુત્રવધૂએ જણાવ્યું હતું કે, મારા પતિને કોરોના હોવાથી તેમને રજા ન મળતા અમે એક દિવસ એક્સટેન્ડ કર્યો હતો. અમારા બધા જ ડોક્યુમેન્ટ મિસિંગ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી છે. જો અમને જવાબ નહીં મળે તો અમે મ્યુનિસિપલ કમિશ્નર સામે કેસ કરીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement