Ahmedabad News:ડિમોલિશન દરમિયાન આત્મવિલોપન કરનાર મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ
Ahmedabad News:અમદાવાદમાં જશોદાનગરમાં આત્મવિલોપન કરનાર મહિલાનું મૃત્યુ થયું છે. રોષિત પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. જણીએ શું છે સમગ્ર મામલો

Ahmedabad News: અમદાવાદમાં જશોદાનગરમાં એક વેપારીની પત્નીએ તેમની દુકાનના ડિમોલિશન રોકવા માટે આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો અને શરીર પર કેરોસીન નાખીને ખુદ પર આગ ચાંપી હતી. આ ઘટના 14 ઓગસ્ટની છે. 14 ઓગસ્ટથી મહિલા સારવાર હેઠળ હતી પરંતુ 80 ટકા દાઝી ગઇ હોવાથી તેમની તેમનું સારવાર દરમિયાન જ મોત થયું હતું. હવે આક્રોશિત પરિવારે મહિલાના મૃતદેહ સ્વીકારવાનો ઈંકાર કર્યો છે. પરિવારની મંગાણી છે કે જ્યાં સુધી જ્યાં સુધી ફરિયાદ દાખલ નહી થાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારે. મહિલાનું આજે જન્માષ્ટમીના દિવસે સવારે મૃત્યુ થયું છે. મૃતક મહિલાનું નામ નર્મદા કુમાવત હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, આ મહિલાની પતિની દુકાન હતી અને ડિમોલિશન માટે આવતા સ્થાનિકોએ કોર્પોરેશનની ટીમનો વિરોધ કર્યો હતો અને આ દરમિયાન જ વેપારીની પત્ની નર્મદા કુમાવતે આવેગમાં આવીને દેહ પર કેરોસિ છાંટી દીધું અને દિવાસળી મૂકી દીધી, ત્યાં હાજર કેટલાક લોકોએ તેને બચાવવાનો પ્રયાર કર્યો , તે લોકો પણ દાઝી ગયા હતા. નર્મદાબેનને તાબડતોબ મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નર્મદાબેન શરીરે 80 ટકાથી વધુ દાઝી ગયા હોવાથી તેઓ મોત સામે જિંદગીની જંગ હારી ગયા છે.
આ ઘટના બાદ વેપારીઓ અને આ વિસ્તારના સ્થાનિકોમાં રોષ છે. લોકો આક્ષેપ કરી રહ્યાં છે કે, મોટા અધિકારીઓ લાંચ લે છે ડિમોલિશન બાદ પણ 2-2 લાખ લઇ ગયા છે. વેપારી અસોશિએશનને આ ઘટના માટે જવાબદાર સામે કડકમાં કડક પગલા લેવાની માંગણી કરી છે.





















