શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં પોલીસ લોકઅપમાં 20 વર્ષના યુવકે કર્યો આપઘાત, પરિવારે કર્યો શું આક્ષેપ?
કાગડાપીઠ પોલીસ મોડી રાતે જીગરની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં રાતે લોકઅપમાં જ તેણે ચાદર વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો
અમદાવાદ: કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મોડી રાતે જીગર નામના 20 વર્ષના યુવકે આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં યુવકના પરિવારે પોલીસ પર લોકઅપમાં અત્યાચારનો આક્ષેપ કર્યો છે. સાથે સાથે ન્યાય ના મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની જાહેરાત પણ કરી છે.
કાગડાપીઠ પોલીસ મોડી રાતે જીગરની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં રાતે લોકઅપમાં જ તેણે ચાદર વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતદેહને મોડી રાત્રે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
જો કે મૃતક જીગરના પરિવારે આક્ષેપ કર્યો છે કે, જીગરને લોકઅપમાં પોલીસે માર માર્યો હતો. આ ઉપરાંત જીગરને પોલીસ કેમ લઈ ગઈ અંગે કોઈ જવાબ અમને આપ્યા નથી. જીગરની હત્યા પોલીસ અત્યાચારના કારણે હોવાનો આક્ષેપ કરીને તેમણે જાહેરાત કરી છે કે, ન્યાય નહિ મળે ત્યાં સુધી અમે લાશ નહિ સ્વીકારીએ.
બહેરામપુરા વિસ્તારમાં આવેલી હીરાલાલની ચાલીમાં રહેતા જીગર રમણલાલ સોલંકી (ઉ.વ.20)નામના યુવકને સોમવારે રાતે કાગડાપીઠ પોલીસ ઝઘડાના કેસમાં CRPC 151 મુજબ અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જીગરને રાતે લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. રાતે 11 વાગ્યા પહેલાં જીગરે લોકઅપમાં જ ચાદર વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કાગડાપીઠ પોલીસે અકસ્માતે મોત નોંધી મૃતકે ક્યાં કારણોસર આપઘાત કર્યો તેની તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement