શોધખોળ કરો

Hit And Run: અમદાવાદમાં મોર્નિંગ વોકમાં નિકળેલા રાહદારીને બોલેરોએ ઉડાવ્યાં, મોતના લાઈવ દ્રશ્યો આવ્યા સામે

અમદાવાદ શહેરમાં શુક્રવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં શૈલેષ પ્રજાપતિ નામના વ્યક્તિનું મોત થયું હતું. વસ્ત્રાલ વિસ્તારમાં શુક્રવારના રોજ થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે.

Hit And Run: અમદાવાદ શહેરમાં શુક્રવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં શૈલેષ પ્રજાપતિ નામના વ્યક્તિનું મોત થયું હતું. વસ્ત્રાલ વિસ્તારમાં શુક્રવારના રોજ થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. સવારે 6 કલાકે મોર્નિંગ વોક કરવા નીકળેલા રાહદારીને બોલેરોના ડ્રાઇવરે અડફેટે લીધા હતા. ગેલેક્ષી કોરલ સોસાયટીમાં રહેતા શૈલેષ પ્રજાપતિ નામના રાહદારીનું તેમા મોત થયું હતું. આ અકસ્માતમાં બોલેરો પિકઅપ વાનના ચાલકની બેદરકારી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મુખ્ય માર્ગ ઉપર પુરપાટ ગતિએ આવતી બોલેરોએ રાહદારીને ટક્કર મારી દીધી હતી.

30 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ
મહેસાણા SOG પોલીસને મોટી સફળતા મળી છે. મહેસાણા જિલ્લાના વડું મથક ઊંઝા શહેરમાંથી પોલીસે 30 લાખના  MD ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનોની ધરપકડ કરી છે. ભૂરારામ ગોદારા અને અન્ય એક સગીર વયનો બાળક સાથે મળી  ઊંઝા શહેરમાં MD ડ્રગ્સઉ વેચાણ કરતા હતા. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવી મહેસાણા અને પાટણ જિલ્લામાં સપ્લાય  કરતાં હતા. 

ઊંઝામાં ચાલતા ડ્રગ્સના વેચાણ અંગે મહેસાણા SOG પોલીસને  બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે ઊંઝાની બંધ  ફેકટરીમાં રેડ કરી એક રૂમમાંથી 30 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને  ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસ સામે આવ્યું છે કે રાજસ્થાન સતારામ અને ખેતરામ દ્વારા આ ડ્રગ્સનો જથ્થો વેચવા આપેલ અને સાથે આ યુવાનોને ચાર મોબાઈલ પણ આપેલ. મોબાઈલ પર ડ્રગ વેચવાની સૂચના મળ્યા બાદ આ બંને યુવાન ડ્રગ્સનો જથ્થો ડિલિવર કરવા જતા હતા.પોલીસે ચાર મોબાઈલ સાથે  30 લાખનો ડ્રગ્સનો જથ્થો અને  બે આરોપીની ધરપકડ કરી છે ત્યારે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ આવ્યું કેવી રીતે? 

રાજ્યમાં કોરોનાના નવા 380 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે 24 જૂને રાજ્યમાં  વધુ નવા 380 કેસ નોંધાયા છે.  આ સાથે જ રાજ્યમાં 209 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં આજે એક પણ મોત નથી થયું. રાજ્યમાં આજે નોંધાયેલા 416 કેસો માં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 155,  સુરત શહેરમાં 59 વડોદરા શહેરમાં 34, નવસારી 16, સુરત15 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Embed widget