શોધખોળ કરો

Accident: છતીસગઢમાં ભયંકર રોડ અકસ્માત, 5 મહિલા સહિત 1 બાળકનું મોત, 25થી વધુ ઘાયલ

છત્તીસગઢના બલોદા બજાર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે.

Accident: છત્તીસગઢના બલોદા બજાર જિલ્લામાં એક પીકઅપ વાન સાથે ટ્રકની ટક્કર થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 5 મહિલા અને 1 બાળકનો સમાવેશ થાય છે.

છત્તીસગઢના બલોદા બજાર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 25 લોકો ઘાયલ  છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત પાલરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોડા પુલિયા પાસે થયો હતો.

મળતી માહિતી મુજબ, તમામ લોકો કોઈ ફેમિલી ફંક્શનમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ટ્રકે પીકઅપ વાન સાથે જોરદાર ટક્કર મારી હતી. મૃતકોમાં 5 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. ઘાયલોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સીએમ બઘેલે શોક વ્યક્ત કર્યો હતો

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સોમવારે બલોદા બજાર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને મૃતકોના પરિવારોને શક્ય તમામ મદદ આપવાનો નિર્દેશ આપ્યો હતો.સીએમ બઘેલે અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો છે કે અકસ્માતમાં ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે અને , તેમને શ્રેષ્ઠ સારવાર મળે.

Heat Wave: ગરમીનો પારો વધતાં 108ને મળતાં કોલમાં થયો વધારો, લૂ-હિટ સ્ટ્રોક, બેભાનની સૌથી વધુ ફરિયાદ

Ahmedabad News: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો વધતા 108ને મળતાં કોલમાં વધારો થયો છે. છેલ્લા બે સપ્તાહમાં ગુજરાતમાં 14 ટકા અને અમદાવાદમાં 21 ટકા વધુ કોલ મળ્યા છે. બેભાન થવાના, લુ લાગવાના અને હિટ સ્ટ્રોક લાગવાની વ્યાપક ફરિયાદો 108ને મળી છે. બે સપ્તાહ અગાઉ ગુજરાતભરમાંથી ગરમીને લગતા 1400 જેટલા કોલ મળ્યા હતા, જે ગત સપ્તાહે 1500ને પાર થયા છે. આ જ રીતે બે સપ્તાહ અગાઉ અમદાવાદમાં 2100 જેટલા કોલ મળ્યા જે ગત સપ્તાહમાં 2300 ને પાર પહોંચ્યા છે.

ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે. અમદાવાદમાં  જાણે આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે.   આજે ગઈકાલે રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું.  અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે.   કંડલા,  સુરેન્દ્રનગર, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના કુલ 13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.  જો કે  રાહતની વાત એ છે કે  આગામી પાંચ દિવસ તાપમાનનો પારો નીચે જશે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે. અમદાવાદમાં રવિવારે એક જ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.  આજથી બે દિવસ યલો એલર્ટ અપાયું છે.  હવામાન વિભાગના મતે પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે. નિષ્ણાતોના મતે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.

યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની સ્થિતિ વિશે જણાવવા માટે યલો એલર્ટ જારી કરવામાં આવે છે. આ એક પ્રકારની એલાર્મ બેલ છે. જે સંકેત આપે છે કે વર્તમાન પરિસ્થિતિમાં કોઈ ખતરો નથી, પરંતુ ખતરનાક હવામાન ગમે ત્યારે તમારી સામે આવી શકે છે, તેના માટે તૈયાર રહો. 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા હોય ત્યારે યલો એલર્ટ આપવામાં આવે છે.

ઓરેન્જ એલર્ટ

ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ કરતા એક ડગલું આગળ છે. મતલબ કે ખતરો આવી રહ્યો છે. હવે તમારે બેદરકાર ન રહેવું જોઈએ. આ પછી ગમે ત્યારે ખતરનાક હવામાન તમારી સામે આવી શકે છે. આવી સ્થિતિમાં, તે પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારી જાતને તૈયાર કરો. જ્યારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવે છે, ત્યારે સંબંધિત અધિકારીઓને તૈયાર રહેવા માટે કહેવામાં આવે છે અને લોકોને આવતા-જતા સાવચેતી રાખવા માટે કહેવામાં આવે છે. 43 થી 46 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા હોય ત્યારે ઓરેન્જ એલર્ટ અપાય છે.

રેડ એલર્ટ

જ્યારે હવામાન ખૂબ જ ખરાબ છે અને તેના કારણે નુકસાન થવાની સંભાવના છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવે છે. આ ખતરનાક હવામાનની નિશાની છે. લોકોને એલર્ટ કરવા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવે છે કે હવે તમારે તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. શિયાળામાં રેડ એલર્ટનો અર્થ ખતરનાક ઠંડીની સ્થિતિ છે, જ્યારે વરસાદની મોસમમાં રેડ એલર્ટનો અર્થ પૂર, તોફાન અથવા નુકસાનકારક વરસાદ થાય છે. રેડ એલર્ટ બાદ લોકોએ બેદરકારી ન રાખવી જોઈએ. આવી સ્થિતિમાં તે ઋતુના પ્રકોપથી બચવાની વ્યવસ્થા કરવી જોઈએ. 47થી ડિગ્રી વધુ તાપમાનની શક્યતા હોય ત્યારે રેડ એલર્ટ અપાય છે.

Published at : 15 May 2023 12:01 PM (IST)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
Embed widget