શોધખોળ કરો

Maharashtra: મહારાષ્ટ્રના અકોલામાં તણાવ, પથ્થરમારો બાદ અનેક વાહનો સળગ્યા, શહેરમાં કલમ 144 લાગુ

આ મામલાની માહિતી આપતા અકોલા કલેક્ટર નીમા અરોરાએ કહ્યું કે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ બાદ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.

Akola Violence News: આ મામલાની માહિતી આપતા અકોલા કલેક્ટર નીમા અરોરાએ કહ્યું કે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ બાદ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.

મહારાષ્ટ્રના અકોલાના જૂના શહેરમાં વિવાદ થયો હતો. પરંતુ આ નજીવી તકરારને કારણે સ્થિતિ એટલી વણસી ગઇ કે,  બંને જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી. આ હિંસાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં બે જૂથના લોકો એકબીજા પર પથ્થરમારો કરતા જોવા મળે છે. આ સાથે તેઓ વાહનોમાં તોડફોડ કરી હંગામો મચાવી રહ્યાં છે. બીજી તરફ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, સ્થિતિ હવે નિયંત્રણમાં છે.

હિંસક અથડામણ બાદ શહેરમાં કલમ 144

આ મામલાની માહિતી આપતા અકોલા કલેક્ટર નીમા અરોરાએ કહ્યું કે, બે જૂથો વચ્ચે હિંસક અથડામણ બાદ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હિંસક ટોળાએ કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી. આ પછી પોલીસે બળપ્રયોગ કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે, નજીવી તકરાર બાદ હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણ બાદ જૂના શહેર પોલીસ મથકે પણ ભારે ભીડ ઉમટી પડી હતી.

એસપી સંદીપ ઘુગેએ કહ્યું- સ્થિતિ નિયંત્રણમાં છે

બીજી તરફ અકોલાના એસપી સંદીપ ઘુગેએ કહ્યું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. જિલ્લા કલેક્ટર નીમા અરોરાના આદેશ બાદ સમગ્ર અકોલા શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં ઓકલામાં આ બીજી મોટી ઘટના છે. થોડા દિવસો પહેલા અકોટ ફાઈલ વિસ્તારના શંકર નગર વિસ્તારમાંથી પણ હિંસક અથડામણના સમાચાર સામે આવ્યા હતા.

કેરળમાં NCB અને ભારતીય નેવીનું જોઈન્ટ ઓપરેશન, 12 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપ્યું 

Kerala News:  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને નેવીએ શનિવારે કેરળના કોચી દરિયા કિનારેછી 12,000 કરોડની કિંમતના 2,500 કિલો ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ ઝડપી પાડ્યું છે.  એજન્સીઓનો દાવો છે કે ભારતમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સ કન્સાઈનમેન્ટ છે.

ઓપરેશન સમુદ્રગુપ્ત હેઠળ આ સફળતા મળી

અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રગ્સ એજન્સી અને ભારતીય નેવીના સંયુક્ત દરોડામાં એક પાકિસ્તાની નાગરિકની પણ અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યવાહી 'ઓપરેશન સમુદ્રગુપ્ત' હેઠળ કરવામાં આવી છે.  જે અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગ્સની દાણચોરી વિરુદ્ધ અભિયાન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
Tv પર વાપસી કરવા જઈ રહ્યો છે અક્ષય કુમાર, 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન'માં જોવા મળશે, જાણો કેવો હશે ગેમ શો?
Tv પર વાપસી કરવા જઈ રહ્યો છે અક્ષય કુમાર, 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન'માં જોવા મળશે, જાણો કેવો હશે ગેમ શો?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Embed widget