Biporjoy Cyclone: સાવધાન! આવનાર 24 કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે વાવાઝોડુ બિપરજોય, આ રાજ્યોમાં થશે મૂશળઘાર વરસાદ
આગામી 24 કલાકમાં હવામાનમાં ઝડપથી પલટો આવવાનો છે. આ દિવસોમાં જ્યાં હીટવેવ ચાલી રહી છે તે વિસ્તારોમાં પણ રાહત મળવાની શક્યતા છે. ચક્રવાતી તોફાન બિપોરજોય આગામી 24 કલાકમાં વધુ તીવ્ર થવાની ધારણા છે,
Biporjoy Cyclone:આગામી 24 કલાકમાં હવામાનમાં ઝડપથી પલટો આવવાનો છે. આ દિવસોમાં જ્યાં હીટવેવ ચાલી રહી છે તે વિસ્તારોમાં પણ રાહત મળવાની શક્યતા છે. ચક્રવાતી તોફાન બિપોરજોય આગામી 24 કલાકમાં વધુ તીવ્ર થવાની ધારણા છે, એમ ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું. તે ઝડપથી ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. એક ટ્વિટમાં, IMDએ જણાવ્યું હતું કે, "પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન BIPORGOY 9મી જૂનના 23:30 કલાકે વધુ તીવ્ર બનશે. તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધે અને આગામી 24 કલાક દરમિયાન વધુ આગળ વધે તેવી સંભાવના છે."
બિપરજોયના કારણે હવે અરબસાગર તટ પર વલસાડમાં તીથલ બીચ પર સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. અગમચેતીના ભાગરૂપે 14 જૂન સુધી બીચને પ્રવાસી માટે બંધ કરી દેવાયો છે.કેરળના અનેક જિલ્લામાં શક્રવારે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તિરૂવનંતપુરમ,કોલ્લમ, પઠાનમિથિટ્ટા,અલાપ્પુઝા, કોટ્ટાયમ, કન્નૂરના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ તોફાનના કારણે કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગૌવા વિસ્તારમાં દરિયામાં સતત ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. ચક્રવાતના કારણે બિહાર,ઝારખંડ,બંગાળ,ઉત્તર પ્રદેશમાં પણ વાદછાયું વાતારવરણ રહેશે. જો કે આ વિસ્તારમાં વરસાદની કોઇ આગાહી નથી પરંતુ હા ગરમીથી રાહત ચોક્કસ મળશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં હળવો વરસાદ અને સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે. IMD દ્વારા જારી કરાયેલા બુલેટિન મુજબ, ગુરુવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 39.9 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનના સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું હતું. સાંજે 5.30 વાગ્યે સંબંધિત ભેજ 35 ટકા હતો.'મધ્યમ' શ્રેણીમાં દિલ્હીનો 24-કલાકનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 161 નોંધાયો હતો.
ઉત્તરાખંડના મેદાની વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી હવામાન શુષ્ક રહેશે, જ્યારે પર્વતીય વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં જોરદાર ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પર્વતીય વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. દેહરાદૂનના હવામાન કેન્દ્રના નિર્દેશક વિક્રમ સિંહે જણાવ્યું કે પર્વતીય વિસ્તારમાં આગામી બે દિવસ સુધી વરસાદ માટે યલો એલર્ટ છે.
બિપરજોઇની વધી શકે છે રફતાર
પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન 'બિપરજોય' પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આગામી 18 કલાક દરમિયાન તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ પછી, તે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે. અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન દરમિયાન પવનની ગતિ 118 થી 166 કિલોમીટર પ્રતિ કલાકની રેન્જમાં રહી શકે છે.