Imran Khan Latest News :ઈમરાન ખાનની સાથે આ નેતાને પણ સાઇફર કેસમાં 10 વર્ષની જેલની સજા, હવે નહી લડી શકે ચૂંટણી
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા ઈમરાન ખાન અને તેમના નજીકના પીટીઆઈ નેતા શાહ મહમૂદ કુરેશીને 10-10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. પીટીઆઈના નેતાઓને સિફર કેસમાં આ સજા આપવામાં આવી છે. અદિયાલા જેલમાં સુનાવણી દરમિયાન સ્પેશિયલ કોર્ટના જજે આ સજા સંભળાવી હતી.
Imran Khan Latest News: સ્થાનિક અખબાર 'ડોન'ના અહેવાલ અનુસાર, ઈમરાન ખાન સિવાય દેશના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને પણ 10 વર્ષની સજા થઈ છે.પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે (30 જાન્યુઆરી, 2024) તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સાઇફર કેસમાં પીટીઆઇના સંસ્થાપક સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.સ્થાનિક અખબાર 'ડોન'ના અહેવાલ અનુસાર, ઈમરાન ખાન સિવાય દેશના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને પણ આ કેસમાં આટલા જ વર્ષની સજા થઈ છે.
પીટીઆઈના નેતા અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન અને તેમના નજીકના સાથી શાહ મહમૂદ કુરેશીને સિફર કેસમાં ઑફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ 10-10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ કેસની સુનાવણી કરતી વિશેષ અદાલતના ન્યાયાધીશ અબ્દુલ હસનત ઝુલકરનૈને આજે આ નિર્ણય સંભળાવ્યો છે. ઈમરાન ખાન હાલ રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે અને ત્યાં આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટના આ નિર્ણયને ઈમરાન ખાન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે જેઓ હજુ ચૂંટણી લડવાનું સપનું જોઈ રહ્યા હતા. 10 વર્ષની જેલની સજા બાદ બંને માટે ચૂંટણી લડવાનો રસ્તો બંધ થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા દેશના સૌથી મોટા શહેર કરાચીમાં તણાવ વધી રહ્યો છે. રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભાની ચૂંટણીમાં એકબીજાને હરાવવાનો પ્રયાસ કરી રહેલા પક્ષો વચ્ચે અગાઉ પણ અનેક ઘર્ષણો થઈ ચૂક્યા છે. સોમવારે નાઝીમાનદમાં હિંસક અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના કાર્યકરો સાથે ગોળીબારમાં મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM પાકિસ્તાન) કાર્યકરનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.
એક દિવસ પહેલા રવિવારે ક્લિફ્ટન વિસ્તારમાં જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીની ચૂંટણી રેલી દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના શેલ છોડ્યા અને કાર્યકરોને બળજબરીથી વિખેર્યા. આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા હતા. સિંધના દક્ષિણ પ્રાંતમાં, ખાસ કરીને પાકિસ્તાનના આર્થિક હબ કરાચીમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે અને તમામ પક્ષો એકબીજા સાથે જોરદાર સ્પર્ધા કરી રહ્યા છે. કરાચીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)નો ગઢ માનવામાં આવે છે.