Anand: રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ અટેકથી મોતની વધુ એક ઘટના, આણંદના ઓડમાં 22 વર્ષીય યુવકનું મોત
આણંદના ઓડમાં 22 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હતું.
આણંદના ઓડમાં 22 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, આણંદના ઓડ ગામે 22 વર્ષીય યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું ગતું. જીલ ભટ્ટ નામના યુવકને બાથરૂમમાં હાર્ટ અટેક આવ્યો હતો. બાથરૂમનો દરવાજો તોડી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો અને બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ઓડના ભટ્ટ પરીવારના એકના એક સંતાનનું મોત થતા પરિવારમાં શોકનો છવાઇ ગયો હતો. જીલ ભટ્ટના પિતા ટીવી રીપેરિંગ કરી પરિવારનું ભરણ પોષણ કરે છે. જીલ નડિયાદ ખાતે મોબાઈલ રીપેરીંગ નું કામ કરતો હતો. નોંધનીય છે કે બે દિવસ અગાઉ નવસારીમાં એક યુવતીનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતુ.
મહીસાગર નદી પરના બ્રિજની પૉટેક્શન વૉલ તૂટતા ટ્રાફિક જામ
રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આ બધાની વચ્ચે ખેડામાથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે ખેડા જિલ્લામાં ઠાસરાના રાણીયાથી શિંહોરાને જોડતો બ્રિજ ધોવાઇ ગયો છે. આ બ્રિજ ખેડા જિલ્લા તેમજ વડોદરા ગ્રામ્યમા સાવલીને જોડતો બ્રિજ હોવાથી અહીં દિવસ દરમિયાન હજારો લોકોની અવરજવર રહે છે. વરસાદના પાણીથી આ બ્રિજની પ્રૉટેક્શન વૉલ તુટી ગઇ છે, અને તેના નીચેની માટી ધસીને બહાર આવી રહી છે, આ કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બ્રિજ મહીસાગર નદી અને કોતરો પર બનાવવામાં આવ્યો છે. મહીસાગર નદી પરના આ બ્રિજમાં નુકસાન ત્યાં રસ્તાં સાંકડો થઇ ગયો અને ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ છે.
રાજકોટમાં હાર્ટ અટેકના કારણે વધુ એક યુવાનનું મોત
રાજકોટમાં એક યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં નાની ઉંમરમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું છે. કલ્પેશ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. યુવાન VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. કલ્પેશ મૂળ તાપી જિલ્લાનો હતો પરંતુ રાજકોટમાં અભ્યાસ કરતો હતો. કોલેજના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ દેવાંગ પારેખે કહ્યું હતું કે વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો હતો. તે ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે પહોંચે તે પહેલા તેનું મૃત્યુ થયું હતું. યુવાનના પિતા વ્યારાના બાજીપુરા ગામમા કરિયાણાની દુકાન ચલાવે છે. કલ્પેશ પ્રજાપતિના પરિવારમાં માતા પિતા અને એક મોટા બહેન છે. વીવીપી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા
Join Our Official Telegram Channel: