શોધખોળ કરો

Anand : ભાઈ સાથે ફોન પર વાત કર્યા પછી બહેને કરી લીધો આપઘાત, રક્ષાબંધન પહેલા ભાઈએ ગુમાવી બહેન

ઓડિયોમાં બહેન કહી રહી છે કે, હું એક વાગ્યે નીકળું છું. જેના જવાબમાં ભાઈ કહે છે કે તારે ક્યાંય જવાની જરૂર નથી. હું આવી રહ્યો છું. જેના જવાબમાં બહેન કહી રહી છે કે, તું એકલો ન આવીશ. આ લોકો તને મારશે.

આણંદઃ ઉમરેઠ પાસેના થામણા ગામે  પરણિતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. રક્ષાબંધન પહેલા જ એક બહેને ચીર વિદાય લેતા ભાઈ ભાંગી પડ્યો હતો. પરિણીતાએ ઘરમાં જ  ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો હતો. આત્મહત્યા પહેલા બહેને ભાઇને ફોન કરીને  સાસરીયા દ્વારા ત્રાસની આપવીતી જણાવી હતી. ભાઈ  બહેનના ઘરે પહોંચે એ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. ઉમરેઠ પોલીસે પતિ, સાસુ, સસરા વિરૂધ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. 

ઓડિયો ક્લિપમાં બહેન કહી રહી છે કે, હું એક વાગ્યે નીકળું છું. જેના જવાબમાં ભાઈ કહે છે કે તારે ક્યાંય જવાની જરૂર નથી. હું આવી રહ્યો છું. જેના જવાબમાં બહેન કહી રહી છે કે, તું એકલો ન આવીશ. આ લોકો તને મારશે. સાથે જ બહેન એવું પણ જાણાવી રહી છે કે આ લોકો માર મારે છે અને ગાળો બોલે છે. જે મારાથી સહન નથી થતું. મહિલા વધુમાં પોતાની આપવીતી વર્ણવતા ભાઈને કહે છે કે, તેઓ વાળ પકડીને માર મારે છે. હું મરી જઈશ ત્યાં સુધી આ લોકો મને નહીં છોડે. મને મરી જવા દે. હું છોકરાઓને જોઈને પાછી આવી. આ લોકોની કશી દયા ન કરાય. હવે હું મરી જઈશ.

મૂળ પંચમહાલની અને હાલ કપડવંજ ખાતે રહેતી પ્રવીણાના લગ્ન 2012માં થામણા ગામે મુકેશ ગોહેલ સાથે થયા હતા. પરિણીતાને સંતાનમાં બે દીકરા છે. લગ્નના એક વર્ષ બાદ જ પ્રવીણાને તેનો પતિ અને સસરા તેમજ સાસુ ત્રાસ આપવા લાગ્યા હતા. મહિલાને માર પણ મરાતો હતો. જોકે, પોતાનો સંસાર ટકી રહે તે માટે મહિલા મૂંગા મોઢે ત્રાસ સહન કરતી રહી હતી.

મહિલાએ સોમવારે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મહિલાએ પોતાના પર ગુજારાતા ત્રાસ અંગે નારી સંરક્ષણ ગૃહમાં ફરિયાદ પણ આપી હતી. આપઘાત કરી લેનાર પરિણીતા પહેલા બાળકો સાથે નહેરમાં આપઘાત કરવા માટે પહોંચી હતી. જોકે, નહેરમાં પાણી ન હોવાથી તેણી પરત ફરી હતી. જે બાદમાં ઘરે આવીને ગળેફાંસો ખાઈ લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget