શોધખોળ કરો

UKથી કોરોનાના નવા વાયરસના ચેપ સાથે આવેલી ને પછી ભાગી ગયેલી મહિલા ક્યાંથી ઝડપાઇ?

બ્રિટનથી પરત ફરેલી આંધપ્રદેશની 47 વર્ષીય મહિલામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે. આ મહિલા 21 ડિસેમ્બરે દિલ્હી એરપોર્ટ પર ઊતર્યા પછી તેને આઈસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવી હતી. જોકે, તે ભાગીને સ્પેશિયલ ટ્રેનથી પોતાના ઘરે રાજમુદરી પહોંચી હતી.

નવી દિલ્હીઃ ભારતમાં આખરે કોરોના વાઈરસના નવા પ્રકારનો પગ પેસારો ખૂબ જ ઝડપથઈ રહ્યો છે. ગઈ કાલે 6 કેસ આવ્યા પછી આજે વધુ નવા 14 કેસ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. બ્રિટનથી આવેલા 20 લોકો કોરોના વાયરસના નવા પ્રકારની ઝપેટમાં આવી ગયા હોવાની આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે. આ પહેલા સરકારે કોરોનાના નવા વાયરસના 6 કેસ હોવાનું કહ્યું હતું. આ 20માંથી એક આંધ્રની મહિલાનો પણ સમાવેશ થાય છે. બ્રિટનથી પરત ફરેલી આંધપ્રદેશની 47 વર્ષીય મહિલામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે. આ મહિલા 21 ડિસેમ્બરે દિલ્હી એરપોર્ટ પર ઊતર્યા પછી તેને આઈસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવી હતી. જોકે, તે ભાગીને સ્પેશિયલ ટ્રેનથી પોતાના ઘરે રાજમુદરી પહોંચી હતી. મહિલાની સાથે તેનો પુત્ર પણ હતો. જોકે તેના પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 21મીએ ભાગેલી મહિલા 22મીએ દિલ્લીથી વિશાખાપટ્ટનમ માટે ટ્રેનમાં બેઠી હતી. તેમજ પોતાનો મોબાઇલ પણ બંધ કરી દીધો હતો, જેથી તે મળતી નહોતી. મહિલા 24મી ડિસેમ્બરે પોતાના ઘરે પોહંચી હતી. જોકે, તેને ટ્રેક કરીને ક્વોરેન્ટાઇન કરવામાં આવી હતી. મહિલા સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે. મહિલા 1800 કિ.મી. વધુ ફરીને વતન આવી છે, ત્યારે ઘણા લોકોના સંપર્કમાં આવી હોવાની અધિકારીઓને દહેશત છે. આ મહિલામાં નવો વાયરસ મળતા આંધ્રમાં હાઈએલર્ટની સ્થિતિ છે. જે 20 લોકો નવા કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે તેમાં એનસીડીસી લેબમાં 8, nimhansમાં 7, સીસીએમબી હૈદ્રાબાદ લેબમાં 2 સેમ્પલમાં યૂકેના નવા સ્ટ્રેન હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે NIBG કલ્યાણી કોલકાતા, NIV પુણે, IGIB દિલ્હીમાં એક એક સેમ્પલમાં યૂકેના નવા સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ છે. આ તમામ લોકોને સંબંધિત રાજ્યોના હેલ્થ સેન્ટર કેન્દ્રોમાં સિંગલ આઈસોલેશન રૂમમાં રખાયા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમના સંપર્કમાં આવેલ પરિવારના લોકો, તેમની સાથે પ્રવાસ કરનાર અન્ય લોકોનું મોટા પાયે ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે અત્યાર સુધી, બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોનાના નવા પ્રકારના કેસો ડેન્માર્ક, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબેનોન અને સિંગાપોરમાં પણ મળી આવ્યા છે. કેંદ્ર સરકાર બ્રિટનથી આવતી જતી ફ્લાઈટ પર પ્રતિબંધ હજુ પણ લંબાવી શકે છે. બ્રિટનમાં કોરોનાનો નવો પ્રકાર સામે આવ્યા પછી સરકારે 23મી ડિસેમ્બરથી બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, 25મી નવેમ્બરથી 23મી ડિસેમ્બર વચ્ચે ભારતમાં 33,000થી વધુ પ્રવાસીઓ યુકેથી ભારતના વિવિધ એરપોર્ટ્સ પર આવ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને બધા જ પ્રવાસીઓને શોધવાની અને તેમના આરટી પીસીઆર ટેસ્ટ કરાવવાની કામગીરી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગોMumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Embed widget