શોધખોળ કરો

જનતાની અદાલતમાં અરવિંદ કેજરીવાલ, “ મારા પાસે દિલ્લીમાં રહેવા માટે મકાન પણ નથી”

Arvind Kejriwal News: અરવિંદ કેજરીવાલે દિલ્હીના જંતર-મંતર ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત 'જનતા કી અદાલત'માં ભાગ લઈને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

Arvind Kejriwal in Janta ki Adalat News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જંતર-મંતર ખાતે આયોજિત 'જનતા કી અદાલત'માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

 અરવિંદ કેજરીવાલે ભાજપ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે, "આ નેતાઓ (ભાજપ) કેસ અને મુકદ્દમાની પરવા કરતા નથી, તેમની ચામડી જાડી છે. જો કે, હું એવો નથી. હું નેતા નથી, મારી  જાડી ચામડી નથી. મને કોઇ ચોર અને ભ્રષ્ટ વ્યક્તિ કહે તો ફરક પડે છે, હું ખૂબ જ દુઃખી છું તેથી મેં રાજીનામું આપ્યું. મેં મારા જીવનમાં ફક્ત આદર અને પ્રામાણિકતા જ મેળવી છે. મારી પાસે મારી બેંકમાં પૈસા નથી."

'દિલ્હીમાં રહેવા માટે ઘર પણ નથી'

સીએમ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, "10 વર્ષ પછી મેં સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. થોડા સમય પછી હું મુખ્યમંત્રી આવાસ પણ છોડી દઈશ. આજે મારી પાસે દિલ્હીમાં રહેવા માટે ઘર પણ નથી."

 'જો હું બેઈમાન હોત તો બધા પૈસા ખાઈ ગયો હોત' - અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું, "જો હું બેઈમાન હોત તો દિલ્હીને મફત વીજળી કેવી રીતે આપી શક્યો હોત? વીજળીનું બિલ મફતકરવા માટે 3,000 કરોડ રૂપિયા લાગે છે. જો હું બેઈમાન હોત તો હું દિલ્હીને મફત વીજળી કેવી રીતે આપી શક્યો હોત, હું પૈસા ખાઇ ગયો હોત તો  મહિલાઓ માટે શિક્ષણ, આરોગ્ય અને મફત મુસાફરીનું કામ કેવી રીતે કરી શક્યો હોત. તેમણે વધુમાં કહ્યું કે, 22 રાજ્યોમાં સરકાર છે પરંતુ ક્યાંક વીજળી મફત નથી, ક્યાંક મહિલાઓ માટે મુસાફરી મફત નથી, તો પછી ચોર કોણ છે?

 તમામ 70 વિધાનસભાઓમાં લોક દરબાર યોજાશે

નોંધનીય છે કે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બનાવેલી યોજનાઓ હેઠળ અરવિંદ કેજરીવાલ તમામ 70 વિધાનસભા મતવિસ્તારોમાં જનતા અદાલત યોજશે. કેજરીવાલે કહ્યું કે, અમે જનતાને સવાલ પણ પૂછીશું કે શું આમ આદમી પાર્ટીની સરકાર ઈમાનદાર સરકાર છે કે નહીં? તે એમ પણ પૂછશે કે લોકો તેને પ્રામાણિક માને છે કે નહીં?

 દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને 13 સપ્ટેમ્બરે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 15મી સપ્ટેમ્બરે સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ 17મી સપ્ટેમ્બરે તેમણે સીએમ પદ છોડી દીધું હતું. AAP કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ જનતાની અદાલતમાં પ્રમાણિક સાબિત નહીં થાય ત્યાં સુધી તેઓ દિલ્હીમાં મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહિ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Embed widget