Health Alert : આંખમાં ઇન્ફેકશન કરતો આ વાયરસ આંખની સાથે ફેફસાને પણ કરે છે ડેમેજ, સાવધાન
હાલ દેશના ઘણા રાજ્યોમાં 'આઇ ફ્લૂ'ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે 'આઇ ફ્લૂ'ના કેસ વધુ છે.
દિલ્લી: દેશના ઘણા રાજ્યોમાં 'આઇ ફ્લૂ'ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે 'આઇ ફ્લૂ'ના કેસ વધુ છે. દિલ્હી AIIMSનું સંશોધન બહાર આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે વધુ કેસ કેમ આવી રહ્યા છે. તેનું કારણ શું છે.
આ દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં 'આઇ ફ્લૂ'ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે 'આઇ ફ્લૂ'ના કેસ વધુ છે. દિલ્હી AIIMSનું સંશોધન બહાર આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે વધુ કેસ કેમ આવી રહ્યા છે. AIIMSના રિસર્ચ અનુસાર, એડિનોવાયરસને કારણે આંખના ફ્લૂના કેસ ખૂબ વધી રહ્યા છે. એડેનોવાયરસ ખૂબ જોખમી છે. જેના કારણે આંખો લાલ થઈ જાય છે અને ઈન્ફેક્શન પણ થાય છે. આ વાયરસ ફેફસાને પણ અસર કરે છે.
AIIMSના સંશોધન મુજબ, આંખના ફ્લૂના 80 ટકા દર્દીઓમાં એડિનોવાયરસ જોવા મળ્યો છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ વાયરસ સરળતાથી શિકાર બનાવે છે. જોકે આ કોઈ નવો વાયરસ નથી. દર વર્ષે તે વરસાદની મોસમમાં સક્રિય થાય છે કારણ કે તે સમયે તાપમાનમાં ભેજ હોય છે, પરંતુ આ વખતે ઘણા રાજ્યોમાં પૂરના કારણે કેસ વધી રહ્યા છે.
AIIMSના આરપી સેન્ટરના વડા ડો. જે.એસ. તિતીયાલના જણાવ્યા અનુસાર, આ વખતે મોટી સંખ્યામાં આંખના ફ્લૂના દર્દીઓ આવી રહ્યા છે અને લોકોને હળવા લક્ષણો દેખાય તો પણ તેને ન અવગણવાની સલાહ આપવામાં આવે છે. જો લોકોને આંખના ફ્લૂના લક્ષણો દેખાય તો સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.
કંજક્ટિવાઇટિસના દર્દીએ શું ધ્યાન રાખવું
- કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરવાનું ટાળો
- રૂમાલ, ટુવાલ વગેરે કોઇનો યુઝ કરલો યુઝ ન કરો
- આંખના ઇન્ફેકશનથીપીડિત દર્દીઓથી અંતર રાખો
- જો તમારા ઘરના કોઈને આ સમસ્યા હોય તો હાથ વોશ કરતા રહો અથવા સેનેટાઇઝ કરતા રહો
- સ્વિમિંગ કરવાનું ટાળો
- ધૂળ રજકરણથીબચવા અને સૂર્યના કિરણોથી બચવા માટે સનગ્લાસ પહેરો
બચાવ માટે શું કરશો
કંજેક્ટિવાઇટિસથી બચવા માટેનો કારગર ઉપાય હાઇજીન લાઇફસ્ટાઇલ છે. હાઇજીન બનાવી રાખવું જરૂરી છે. આ વાયરસથી બચવા માટે હાથને વારંવાર વોશ કરો અથવા તો સેનેટાઇઝ કરતા રહો. ક્યાંર પણ સ્પર્શ કર્યાં બાદ આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. જે દર્દીના આંખમાં ઇન્ફેકશન હોય તેને આઇસોલેટ થઇ જવું જોઇએ. આ સમયે લેન્સનો ઉપયોગ ન કરવો. પબ્લિક પાર્ટીમાં જવાનું ટા