Ananat Radhika Marriage: લગ્ન પહેલા યોજાઇ ગ્રહ શાંતિ પૂજા, રાધિકાનું મરાઠી લૂક આકર્ષણનું કેન્દ્ર
Ananat Radhika Marriage:રાધિકાએ ગૃહ શાંતિ પૂજામાં દક્ષિણ ભારતીય સાડી પહેરી છે, જેની સાથે તે મરાઠી મુલ્ગીની જેમ નોઝ રિંગ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સિવાય તેણે ડાયમંડ નેકલેસ, ઈયરિંગ્સ અને માંગ ટીક્કા સાથે લૂકને કમ્પ્લિટ કર્યો હતો.
![Ananat Radhika Marriage: લગ્ન પહેલા યોજાઇ ગ્રહ શાંતિ પૂજા, રાધિકાનું મરાઠી લૂક આકર્ષણનું કેન્દ્ર Before Anant Ambani and Radhika Merchants wedding, Graha Puja was held at Radhika Merchants house Ananat Radhika Marriage: લગ્ન પહેલા યોજાઇ ગ્રહ શાંતિ પૂજા, રાધિકાનું મરાઠી લૂક આકર્ષણનું કેન્દ્ર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/96374f31ee1c263bcddbcdb40a41ff27172041668752981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ananat Radhika Marriage:અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા ગ્રહ શાંતિ પૂજા યોજાઈ હતી. આ પૂજા મુંબઈમાં રાધિકા મર્ચન્ટના ઘરે થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં રાધિકા તેની બહેન અંજલિ મર્ચન્ટ અને માતા શૈલા મર્ચન્ટ સાથે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.
રાધિકાએ ગૃહ શાંતિ પૂજામાં દક્ષિણ ભારતીય સાડી પહેરી છે, જેની સાથે તે મરાઠી મુલ્ગીની જેમ નોઝ રિંગ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સિવાય તેણે ડાયમંડ નેકલેસ, ઈયરિંગ્સ અને માંગ ટીક્કા સાથે લૂકને કમ્પ્લિટ કર્યો હતો.
5મી જુલાઈના રોજ સંગીત સમારોહ યોજાયો હતો
આ પહેલા 5 જુલાઈએ અનંત-રાધિકાનો સંગીત સેરેમની યોજાઈ હતી જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં સલમાન ખાન, શાહિદ કપૂર, જાહ્નવી કપૂર, દિશા પટણી, શહેનાઝ ગિલ, મૌની રોય, આદિત્ય રોય કપૂર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિત ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC), BKC, મુંબઈ ખાતે યોજાયેલા આ ફંક્શનમાં જસ્ટિન બીબરનું પર્ફોર્મન્સ સૌથી વધુ આકર્ષક રહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે આ માટે 83 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.
બોલિવૂડ સેલેબ્સ અને અંબાણી પરિવારે પણ પરફોર્મ કર્યું હતું
સંગીત સેરેમનીમાં સલમાન ખાન અને અર્જુન કપૂર સહિત અનેક બોલિવૂડ સેલેબ્સે પણ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. આ અવસર પર આખો અંબાણી પરિવાર પણ સ્ટેજ પર જોવા મળ્યો હતો. પરિવારે ‘ઓમ શાંતિ ઓમ’ ના ગીત ‘દીવાનગી’ પર પરફોર્મ કર્યું હતું.
મામેરુ વિધિ 3જી જુલાઈના રોજ થઈ હતી
અનંત-રાધિકાના લગ્નની વિધિઓ 3 જુલાઈથી જ શરૂ થઈ ગઈ હતી. મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં મામેરુ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આખો અંબાણી પરિવાર જોવા મળ્યો હતો.
મામેરુ વિધિ 3જી જુલાઈના રોજ થઈ હતી
અનંત-રાધિકાના લગ્નની વિધિઓ 3 જુલાઈથી જ શરૂ થઈ ગઈ હતી. મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં મામેરુ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આખો અંબાણી પરિવાર જોવા મળ્યો હતો.મામેરુ વિધિમાં કન્યાને વરરાજાના મામા તરફથી ભેટો મળે છે; જેમાં પરંપરાગત કપડાં, જ્વેલરી, પરંપરાગત સાડીઓ અને બંગડીઓ (હાથીદાંતની બંગડીઓ) સહિત અનેક ભેટો આપવામાં આવે છે. આ ફંકશનમાં પણ જાહ્નવી કપૂર અને તેનો બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ હાજરી આપી હતી. જ થઈ હતી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)