ડૉક્ટરને ફ્લેટમાં બોલાવી કેફી પીણું પીવડાવી નગ્ન વીડિયો બનાવ્યા અને યુવતીએ બાદમાં....
ભાવનગર શહેરમાં એક ડોક્ટર સાથે હનીટ્રેપનો બનાવ બન્યો છે. જેમાં ડોક્ટરને થોડા દિવસ પહેલા અધેવાડા પાસે આવેલા એક ફ્લેટમાં બોલવામાં આવ્યા હતા.
ભાવનગર : ભાવનગર શહેરમાં એક ડોક્ટર સાથે હનીટ્રેપનો બનાવ બન્યો છે. જેમાં ડોક્ટરને થોડા દિવસ પહેલા અધેવાડા પાસે આવેલા એક ફ્લેટમાં બોલવામાં આવ્યા હતા. જ્યાં ડૉકટરને કેફી પીણું પીવડાવી બેભાન કરી તેમના નગ્ન વિડીયો ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવતી દ્વારા બ્લેકમેલિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને ડોક્ટર પાસે પાંચ લાખ રૂપિયા અને ફોરવ્હિલની માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર હનીટેપના કેસમાં ડૉક્ટરે પોલીસની મદદ માગી હતી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી આ હની ટ્રેપમાં ફસાવનાર યુવતીની શોધખોળ શરુ કરાઈ છે.
ભાવનગર શહેરમાં રહેતા એક ડોક્ટર હનીટ્રેપનો શિકાર બન્યા છે. તળાજા તાલુકામાં કોન્ટ્રાક્ટથી નર્સિંગનું જોબ કરતી યુવતીએ ભાવનગરના ડોક્ટરને ફસાવવા માટે પ્લાન કર્યો હતો. જેમાં ડોક્ટર સાથે પહેલા સંબંધ કેળવ્યા હતા અને બાદમાં આ ડૉક્ટરને પોતાના ફ્લેટ પર બોલાવ્યા હતા. ડૉક્ટરને કેફી પીણુ પીવડાવીને પહેલા તો બેભાન કર્યા અને બાદમાં તેમના નગ્ન હાલતમાં સાથે ફોટા વિડીયો બનાવ્યા અને તેમના મિત્રોને મોકલ્યા અને બાદમાં બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ ઘટનામાં ફરિયાદી ડોક્ટર પાસે પાંચ લાખ રૂપિયા અને એક કારની માંગ કરવામાં આવી હતી.
આ મામલે ફરિયાદી ડોક્ટર દ્વારા ભરતનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ યુવતી હાલ પોલીસ પકડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે અગાઉ પણ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે અને કોણ કોણ ફસાયા છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે પરંતુ હાલ તો આ સમગ્ર મામલે ભરત નગર પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં હનીટ્રેપ (honeytrap)ના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યાં છે. ત્યારે દરેકે આવા લોકોને ઓળખીને તેમની મોડસ ઓપરન્ડીને સમજી તે સફળ ન થાય તે માટે થોડું સતર્ક રહેવાની જરૂર છે. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. લોકોને લોભામણી વાતો કરીને પોતાની જાળમાં ફસાવવા આવે છે અને બાદમાં તેમની સાથે ફ્રોડ કરવામાં આવે છે. એકાઉન્ટ ધારક મહિલાઓ કમાણી કરતા યુવકો અને પ્રોફેશનલને પોતાની જાળમાં ફસાવે છે. મીઠી મીઠી વાતો કરે છે જે બાદ શરૂ થાય છે હની ટ્રેપનો ખેલ. આ સ્વરૂપવાન યુવતીઓ પહેલા વાતો કરે છે બાદમાં વીડિયો કોલથી વાત કરે છે અને અનેકવાર તો વીડિયો કોલમાં આ યુવતીઓ નગ્ન થઈ જાય છે અને પુરુષોને પણ નગ્ન થવાનું કહે છે. બાદમાં તેમનો વીડિયો ઉતારી લેવામાં આવે છે અને તેમને બ્લેકમેઈલ કરવામાં આવે છે.