Bhavnagar: ભાવનગરમાં કારે ટક્કર મારતા બાઈક 20 મીટર ફંગોળાયું, એક યુવકનું મોત બીજાની હાલત ગંભીર
ભાવનગર: શહેરના ડોન ચોક વિસ્તારમાં મોડી રાત્રીનાં સમયે થયેલ અકસ્માતમાં યુવાનનું મોત થયું છે. કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટુ-વ્હીલર બાઈક 20 મીટર દૂર સુધી ફંગોળાયું હતું.
ભાવનગર: શહેરના ડોન ચોક વિસ્તારમાં મોડી રાત્રીનાં સમયે થયેલ અકસ્માતમાં યુવાનનું મોત થયું છે. કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટુ-વ્હીલર બાઈક 20 મીટર દૂર સુધી ફંગોળાયું હતું. આ અકસ્માતમાં જુનાગઢથી લગ્ન પ્રસંગમાં ભાવનગર આવેલા ભાગ્યેશ ગોહિલ નામના યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી જેમાંથી એક યુવાનનું મોત થયું છે જ્યારે અન્ય એક યુવાન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. બનાવને લઈ ઘોઘા રોડ બી.ડિવિઝન પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ
ગાંધીનગર: કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આજની વિધાનસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી હતી. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દરખાસ્તને ટેકો આપ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ઘસી આવ્યા હતા. જે બાદ સર્જન્ટોએ ટિંગા ટોળી કરી ધારાસભ્યોને બહાર કાઢ્યા હતા.
તો કાર્યાલય આપવા અંગે વિચારણા કરવી પડશે
સી જે ચાવડા, ગેની બેન ઠાકોર, તુષાર ચૌધરી, અનંત પટેલ પ્લેકાર્ડ દર્શાવ્યા. તો બીજી તરફ વિધાનસભા ગૃહમાં અધ્યક્ષનું કડક વલણ જોવા મળ્યું. કોંગ્રેસ પક્ષના કાર્યાલયમાં કેટલીક વસ્તું લાવવામાં આવી હોવાની મને માહિતી મળી છે તેમ અધ્યક્ષે કહ્યું હતું. જો કાર્યાલયનો આવો ઉપયોગ થતો હોય તો કાર્યાલય આપવા અંગે વિચારણા કરવી પડશે. આવા કર્યો માટે કાર્યાલય ન આપી શકાય.
શું હતી ઘટના?
મહેસાણાના રાજકારણમાં ભડકો
વિજાપુરના રાજકારણમાં ફરી ભડકો થયો છે. પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલને એપીએમસીની ચૂંટણી લડવી ભારે પડી છે. પી આઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને ભરત પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પીઆઈ પટેલે ભાજપના મેન્ડેડ ધરાવતા ઉમેદવારો સામે પેનલ બનાવી ચૂંટણી લડી હતી. તો ભરત પટેલે પણ વ્યક્તિગત ઉમેદવારી નોંધાવી હતી.