Bhavnagar: રંઘોળા ગામમાં ખેલાયો ખૂની ખેલ, પતિએ ઝઘડા બાદ પત્નીને છરીના ઘા મારી હત્યા કરી
Crime News: હત્યારો પતિ અનિલ જૈન હત્યા કરીને ભાગી રહ્યો હતો એ દરમિયાન અજાણ્યા વાહન ચાલક સાથે અથડતાં તેમનું પણ અકસ્માત થતા મોત થયું છે. હાલ સમગ્ર બનાવને લઇ ઉમરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Bhavnagar : ભાવનગરના ઉમરાળા તાલુકાના રંધોળા ગામમાં પતિએ કરી પત્નીની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં આવેશમાં આવીને પતિએ છરીના ઘા ઝિંકી પત્નીની કરપીણ હત્યા કરી હતી. ગત મોડી રાત્રે બનાવ બન્યો હતો. જેમાં મોનિકા જૈનની નામની મહિલાની હત્યા કરવામાં આવી. હત્યારો પતિ અનિલ જૈન હત્યા કરીને ભાગી રહ્યો હતો એ દરમિયાન અજાણ્યા વાહન ચાલક સાથે અથડતાં તેમનું પણ અકસ્માત થતા મોત થયું છે. હાલ સમગ્ર બનાવને લઇ ઉમરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદમાં ગરબાડા ચોકડી નજીક વહેલી સવારે રીક્ષા લઈને શાકભાજી ખરીદવા નીકળેલા દંપત્તિને ટ્રકે મારી ટક્કર
રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો ચાલુ છે. દાહોદના ગરબાડા ચોકડી નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં દંપતિનું મોત થયું અને બાળક ઘાયલ થયો. રીક્ષા ચાલક દંપત્તિ વહેલી સવારે શાકભાજી લેવા માટે નીકળ્યું ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. ઘાયલ બાળકને 108 ની મદદથી સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્ય હાથ ધરી હતી. દંપત્તિના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
સુરતી ખમણ હાઉસનો માલિક દારૂની ખેપ મારતાં ઝડપાયો
ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે રોજબરોજ દારૂ ઝડપાઈ રહ્યો છે. દારૂબંધીનો લાભ લઈ પડોશી રાજ્યમાંથી દારૂ લાવવા ખેપીયા અવનવા કિમીયા અપનાવતા હોય છે. સુરતમાં અડાજણ સુરતી ખમણ હાઉસનો માલિક હર્ષ ઠક્કર દારૂની ખેપ મારતા ઝડપાયો હતો. પોલીસની આંખમાં ધૂળ નાંખવા કેમિકલના કેન અને પાણીના ટાંકાના ચોર ખાનામાં દારૂ લવાતો હતો. PCB પોલીસએ બાતમીના આધારે હર્ષ ઠક્કર સહીત 2.23 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમને ઝડપી પાડ્યા હતા. પીસીબી ટીમે અડાજણ આનંદ મહેલ રોડ પર શ્રીજી આર્કેડ સામે સુરતી ખમણ નામની દુકાન સામે પાર્ક કરાયેલી પીકઅપ વાનને આંતરી હતી. પાછળ લોડિંગની બોડી છુટી કરી તેની નીચે ચોરખાનું બનાવી મોટા પાયે દારૂ સંતાડીને લાવવામાં આવ્યો હોવાની માહિતી બાદ બોડી છુટી કરવામાં આવતાં નીચેથી દારૂનો જથ્થો મળ્યો હતો. લોડિંગમાં નાના કેન જોવા મળ્યા હતા. કેમિકલ ભરવા માટે વપરાતા એર ટાઇટ કેનની એક તરફ પ્લાસ્ટિક ચોંટાડવામાં આવ્યું હતું. જે ખસેડતાં તેમાંથી દારૂની બોટલ્સ મળી આવી હતી. પોલીસે 1.97 લાખની કિંમતની 353 નંગ દારૂની બોટલ અને પીકઅપ વાન કબજે કરી સુરતી ખમણના નામે દુકાન ચલાવતાં હર્ષ ઠક્કર, કામરેજના સરોડ ઉક્ફે છોટુ લલ્લન યાદવ અને સેલવાસના ઓલ્ટન ફળીયામાં રહેતા ઝલારામ બાબુલાલ બિસ્નોઈની ધરપકડ કરી કુલ 2.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.