શોધખોળ કરો

BHAVNAGAR : ભાવનગર કોંગ્રેસમાં ભંગાણ, ઘોઘા તાલુકાના કોંગ્રેસ અગ્રણી BJPમાં જોડાયા

Bhavnagar News : ભાવનગરમાં ઘોઘા તાલુકાના કોંગ્રેસ નેતા સંજયસિંહ ગોહિલ BJPમાં જોડાયા.

Bhavnagar  : ભાવનગર જિલ્લા ભાજપ આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમમાં આજે ઘોઘા તાલુકાના કોંગ્રેસના અગ્રણી સંજયસિંહ ગોહિલ (માલપર) સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, જો કે જે પ્રમાણે જાહેરાત થઈ હતી કે એક હજાર કરતાં વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાના છે પરંતુ નજીવા કાર્યકર્તાઓ સાથે તેઓએ કેસરિયો ધારણ કર્યો હતો.

જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ જામી રહ્યો છે અને એક બીજી પાર્ટી એકબીજાના આગેવાનોને કે કાર્યકર્તાઓને  તેમના પક્ષમાં ખેંચવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે આ અદલા- બદલીનો ખેલ ચાલુ થઇ ગયો છે. આજે 4 ઓગષ્ટે ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આજે ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે ભાવનગર ભાવનગર મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા અભિયાન અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી આરસી મકવાણા તેમજ ભારતીય જનતા પાર્ટીના ભાવનગર શહેર અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા અને બે દિવસ પહેલા કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપનાર ઘોઘા પંથકના સંજયસિંહ ગોહિલ (માલપર) તેમજ તેમની સાથે ઘોઘા કોંગ્રેસના ના કાર્યકર્તાઓ, પૂર્વ સરપંચો આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી નો ખેસ ધારણ કરી અને ભાજપમાં જોડાયા હતા. 

જોકે કાર્યક્રમ પૂર્વે સંજયસિંહ માલપર દ્વારા મસમોટી જાહેરાત કરવામાં આવી હતી કે 1000 કરતા વધુ કાર્યકર્તાઓ તેમની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે, પરંતુ આ કાર્યક્રમમાં 150 જેટલા કાર્યકર્તાઓએ જ ભારતીય જનતા પાર્ટી નો ખેસ ધારણ કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ

VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ

ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

ABP Premium

વિડિઓઝ

Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યોGirl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'

Embed widget