ગરમીમાં ડબલ ત્રાસ! રાજ્યના આ શહેરમાં આવતીકાલથી પાંચ દિવસ વીજકાપ, લોકો ભઠ્ઠીમાં શેકાશે!
PGVCL દ્વારા વિવિધ ફીડરો હેઠળ સવારે ૬ થી ૧૧ વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાશે, ૨ લાખથી વધુ લોકોને અસર.

Bhavnagar power cut news: આકરા ઉનાળાના તાપમાન અને કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગર શહેરના લોકોને આવતીકાલથી સતત પાંચ દિવસ સુધી વીજકાપનો સામનો કરવો પડશે. PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા શહેરના વિવિધ ફીડરો હેઠળ સમારકામ અથવા અન્ય કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ વીજકાપના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં રહેતા ૨ લાખથી વધુ લોકોને મુશ્કેલી વેઠવી પડશે.
PGVCL દ્વારા જાહેર કરાયેલ વીજકાપના સમયપત્રક મુજબ, તારીખ ૨૧મી એપ્રિલ ૨૦૨૫, સોમવારથી તારીખ ૨૬મી એપ્રિલ ૨૦૨૫, શનિવાર સુધી પાંચ દિવસ માટે સવારે ૬ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી એમ ૫ કલાક માટે વીજળી ગુલ રહેશે.
કયા વિસ્તારોમાં ક્યારે રહેશે વીજકાપ:
- તા. ૨૧-૪-૨૫, સોમવાર: સવારે ૬ થી ૧૧ વાગ્યા સુધી ૧૧ કેવી સમર્પણ ફીડર હેઠળ આવતા શીવાજી સર્કલ, સુભાષનગર વિસ્તાર, લક્ષ્મી સોસાયટી, જૈન દેરાસર, રાજપુતવાડા સુભાષનગર ચોકથી એરપોર્ટ રોડ, સંતોષપાર્ક સોસાયટી, ભોળાનાથ સોસાયટી, પંચવટીચોક, લાખાવાડ, ધર્મરાજ સહિતના વિસ્તારોમાં વીજકાપ રહેશે.
- તા. ૨૨-૪-૨૫, મંગળવાર: સવારે ૬ થી ૧૧ વાગ્યા સુધી ૧૧ કેવી વાઘાવાડી ફીડર હેઠળ સાગવાડી, શિવપાર્ક, કાળીયાબીડ-સી, ન્યુ ભગવતીપાર્ક, જૂનુ ભગવતીપાર્ક, કાળીયાબીડ પાણીની ટાંકી પાસેનો વિસ્તાર, ઓશનપાર્ક, વૃંદાવન સોસાયટી, ગોકુળધામ શેરી નં.૧,૨,૩, અવધનગર, કબીર આશ્રમ રોડ, ભગવતી સર્કલથી વિરાણી સર્કલ વિસ્તારમાં વીજકાપ રહેશે.
- તા. ૨૪-૪-૨૦૨૫, ગુરુવારે: સવારે ૬ થી ૧૧ વાગ્યા સુધી ૧૧ કેવી સંસ્કાર મંડળ ફીડર હેઠળ આવતા રૂપાણી સર્કલ, ગુલીસ્તા મેદાન, ગોળીબાર હનુમાન મંદિરની આસપાસનો વિસ્તાર, આતાભાઈ ચોક, જવાહર મેદાન, તપસીબાપુની વાડીની આસપાસનો વિસ્તાર, કસ્ટમ ઓફિસ વિસ્તાર, રિલાયન્સ પેટ્રોલ પંપથી સહકારી હાટ સુધીના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાશે.
- તા. ૨૫-૪-૨૦૨૫, શુક્રવારે: સવારે ૬ થી ૧૧ વાગ્યા સુધી ૧૧ કેવી પ્રમુખદર્શન ફીડર હેઠળ આવતા ત્રિપદા કોમ્પલેક્ષ, રામેશ્વર સોસાયટી, પ્રમુખ દર્શન કોમ્પલેક્ષ, ગોકુલધામ સોસાયટી, રાધેશ્યામ પાર્ક, ભાયાણી પાર્ક, રૂપીરાજ સોસાયટી નવી-જુની, હાદાનગર, સર્વોદય સોસાયટી, સ્નેહમીલન સોસાયટી, સત્યનારાયણ સોસાયટી-૧-૨, શીવશકિત વિસ્તારમાં લાઈટ ગુલ રહેશે.
- તા. ૨૬-૪-૨૫, શનિવાર ના રોજ: સવારે ૬ થી ૧૧ વાગ્યા સુધી ૧૧ કેવી ગુરુકુળ ફીડર હેઠળ આવતા નેશનલ આર્યન વર્કસ, તખ્તેશ્વર રેસીડેન્સી, મેમણ કોલોની, સીધ્ધીપાર્ક, તખ્તેશ્વર રેસીડેન્સીથી શિવાજી સર્કલ, સમર્પણ સોસાયટી, પાર્થ સોસાયટી, નિલકંઠનગર, શિવરંજની સોસાયટી, આકાશગંગા ફલેટ, અમરદીપ સોસાયટી, સહિતના મોટા ભાગના વિસ્તારમાં લાઈટ કાપ રહેશે.
આમ, ભાવનગરમાં આગામી પાંચ દિવસ સવારના સમયે ગરમીમાં વીજળી ન હોવાથી શહેરીજનોને ભારે અગવડનો સામનો કરવો પડશે. શહેરીજનોએ આ સમયપત્રકને ધ્યાનમાં રાખીને વીજ ઉપકરણો અને પાણી સંગ્રહ અંગે જરૂરી વ્યવસ્થા ગોઠવી લેવી જોઈએ.





















