Bhavnagar rain: ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, પાણીમાં ફસાયેલા 31 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Bhavnagar rain:ભાવનગરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Bhavnagar rain: ભાવનગરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ફસાયેલા 31 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પાલીતાણાના 3 ગામમાં ફસાયેલા 31 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સેંજળીયા ગામેથી કુલ 19 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. મોખડકા ગામે 11 અને આકોલાળી ગામેથી એક વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું હતું. નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા લોકો ફસાયા હતા.
સોમવારે ભાવનગરમાં પડેલા વરસાદના કારણે લોકો ફસાયા હતા. સેંજળીયા ગામમાંથી કુલ 19 લોકો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મોખડકા ગામમાંથી કુલ 11 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. આકોલાળી ગામમાંથી 1 વ્યક્તિનું રેસ્ક્યું કરાયું હતું. પાલિતાણાના સ્થાનિક પ્રશાસન દ્ધારા તમામ લોકોને સલામત રીતે બહાર કઢાયા હતા. નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા લોકો નદીના પ્રવાહમાં ફસાયા હતા.
બોટાદમાં ભારે વરસાદથી પાણીમાં પ્રવાહમાં કાર તણાઇ હતી
બોટાદના ગઢડામાં આભ ફાટ્યું હતું. ગઢડામાં 10 કલાકમાં 13.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બોટાદમાં 10 કલાકમાં 9.72 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 11.85 ઈંચ વરસાદ વરસ્યો હતો. બોટાદના ગઢડામાં મૂશળધાર વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી. ગઢડાની ઘેલો નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. લોકોને નદી કાંઠે ન જવા માટે અપીલ કરાઇ હતી. 24 કલાકમાં ગઢડામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
બોટાદ શહેરમાં ધોધમાર વરસાદના કારણે ઉતાવળી નદીમાં નવા નીર આવ્યા હતા. પાર્ક કરેલી કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યોતિગ્રામ સર્કલ પાસે પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. બોટાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. બોટાદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં મન મુકીને વરસ્યા હતા. લાઠીદડ, સમઢીયાળા, નાગલપર, હડદડ, તરઘરા, અને પાળીયાદ ગામમાં વરસાદ વરસ્યો હતો.
આજે કયાં પડશે વરસાદ
17 જૂન મંગળવાર એટલે કે આજે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહાસાગર અરવલ્લી, ખેડા, આણંદ, જિલ્લામાં મોટા ભાગની જગ્યાએ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.
18 જૂને ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ,મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.





















