Bhavnagar Municipal Election: ભાવનગર જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભગવો લહેરાયો
Bhavnagar Municipal Election: ભાવનગર જિલ્લાનું પરિણામ જાહેર થઈ ગયું છે. અહીં કુલ 3 નગરપાલિકાઓ આવેલી છે. આ ત્રણેય નગરપાલિકામાં બીજેપીની જીત થઈ છે.

Bhavnagar Municipal Election: ભાવનગર જિલ્લાનું પરિણામ જાહેર થઈ ગયું છે. અહીં કુલ 3 નગરપાલિકાઓ આવેલી છે. આ ત્રણેય નગરપાલિકામાં બીજેપીની જીત થઈ છે. આ નગરપાલિકામાં ગારીયાધાર, સિહોર, તળાજાનો સમાવેશ થાય છે. જિલ્લાની જે તે નગરપાલિકાના વિગતવાર પરિણામ પર નજર કરીએ તો,
નગરપાલિકા : સિહોર
કુલ વોર્ડ : 9
કુલ બેઠક : 36
ભાજપ : 25
કોંગ્રેસ : 8
અન્ય પક્ષ : 3
નગરપાલિકા : ગારીયાધાર
કુલ વોર્ડ : 7
કુલ બેઠક : 28
ભાજપ : 18
કોંગ્રેસ : 7
અન્ય પક્ષ : 3
નગરપાલિકા : તળાજા
કુલ વોર્ડ : 7
કુલ બેઠક : 28
ભાજપ : 17
કોંગ્રેસ : 11
અન્ય પક્ષ : 0
સૌરાષ્ટ્રમાં આ ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીનો ભગવો લહેરાયો
જે રીતે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ બમ્પર જીત મેળવી હતી તે જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી છે. સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં ત્રણ નગરપાલિકા છોડીને તમામ નગરપાલિકા પર ભાજપે કબજો કરી લીધો છે.
રાણાવાવ, કુતિયાણા અને સલાયા સિવાય તમામ નગરપાલિકા પર ભાજપે કબજો કરી લીધો છે. અમરેલી જિલ્લામાં તમામ નગરપાલિકાઓમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. જુનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. તો બીજી તરફ રાજકોટ અને ભાવનગર જિલ્લાની નગરપાલિકામાં પણ ભાજપે બમ્પર જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે, ભાવનગર પેટચૂંટણીમાં બીજેપીની જીત થઈ છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં સલાયા સિવાય તમામ જગ્યાએ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે.
સલાયામાં ભાજપના સુપડા સાફ
ઉલ્લેખનિય છે કે, મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં જ ભાજપમા સૂપડા સાફ થયા છે. સલાયા નગરપાલિકા અને તાલુકા પંચાયચતની પેટાચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ થયા છે. સલાયામાં ખાતું ખુલે તેવી શક્યતા નહીંવત છે. 28 બેઠકવાળી સલાયામાં 13 પર AAPના ઉમેદવારનો વિજય થયો છે. તો 15 પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. રાજ્યની એકમાત્ર નગરપાલિકા જ્યાં ભાજપનું ખાતું નથી ખુલ્યું. નોંધનિય છે કે, સલાયામાં ભાજપે માત્ર 12 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. સલાયામાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે.
રાણાવાવમાં કાંધલ જાડેજા જ કિંગ
રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને 8 બેઠક મળી છે. તમને જણાવી દઈએ કે, અહીં કાંધલા જાડેજા ધારાસભ્ય છે. તો બીજી તરફ કુતિયાણા નગરપાલિકામાં ટાઈ થઈ છે. તમને જણાવી દઈએ કે, કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા છે. આ પહેલા તેઓ એનસીપીમાં હતા.
આ પણ વાંચો....
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
