પીડિતના વાલીએ 3 દિવસ પૂર્વે નિલમબાગ પોલીસ મથકે લેખિત અરજી આપી હતી. જોકે, હજુ સુધી પોલીસ દ્વારા કોઈ આગળની કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે વાલીઓમાં રોષ છે.
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
Bhavanagar: ભાવનગરની પ્રખ્યાત માધવ બોય્ઝ હોસ્ટેલમાં રેગિંગની એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે. અહીં ધોરણ 9 ના એક નિર્દોષ વિદ્યાર્થી પર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે.

- પોલીસ કાર્યવાહી ન થતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો.
Bhavanagar: ભાવનગરની પ્રખ્યાત માધવ બોય્ઝ હોસ્ટેલમાં રેગિંગની એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે. અહીં ધોરણ 9 ના એક નિર્દોષ વિદ્યાર્થી પર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થતા જ માધવ બોય્ઝ હોસ્ટેલ ભારે વિવાદમાં ઘેરાઈ છે.
મળતી માહિતી મુજબ, હોસ્ટેલમાં રહેતા સિનિયરો દ્વારા ધોરણ 9 ના વિદ્યાર્થીને સતત ટાર્ગેટ કરવામાં આવતો હતો. સિનિયરો આ નાનકડા બાળકને ચપ્પલથી ફટકારતા હતા અને ત્યારબાદ તેની પાસે બળજબરીપૂર્વક મસાજ કરાવતા હોવાનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં, આ સિનિયરો પીડિત વિદ્યાર્થીને ફરજિયાત સિગારેટ પીવડાવતા હોવાની વિગતો પણ સામે આવી છે. બાળકને અનેક વખત ઢોર માર મારવામાં આવ્યો હોવાના પુરાવા CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે.
આ મામલે કુલ 6 વ્યક્તિઓ વિરૂદ્ધ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ, NEET ના વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના રેક્ટર પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.
‘અમારું કોઈ કશું બગાડી નહીં લે’ – પીડિત પિતાનો આક્રોશ
પીડિત વિદ્યાર્થીના પિતાએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આરોપી ચારેય વિદ્યાર્થીઓ મારા પુત્રને સતત ધમકી આપતા હતા. તેઓ કહેતા કે અહીંયા તારી સાથે જે કંઈ થાય છે તે ઘરે કહીશ તો વધુ મારીશું, અમારું કોઈ કશું બગાડી નહીં લે. આવી ગર્ભિત ધમકીઓ આપીને મારા બાળકને માનસિક રીતે ડરાવવામાં આવતો હતો. પિતાએ ચિંતા વ્યક્ત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, જો NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અત્યારથી જ આવી ગુંડાગીરી કરતા હોય તો ભવિષ્યમાં તેઓ કેવા ડોક્ટર બનશે તે એક મોટો અને ચિંતાનો વિષય છે.
પોલીસ કાર્યવાહી સામે પણ સવાલો
પીડિત વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કાળી કરતૂતોની જાણ થયા બાદ તેમણે સૌપ્રથમ હોસ્ટેલ સંચાલકને રજૂઆત કરીને આરોપી વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. પરંતુ, હોસ્ટેલ સંચાલક તરફથી કોઈ યોગ્ય કે કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી.
આખરે, કંટાળીને વાલીએ 3 દિવસ પૂર્વે નિલમબાગ પોલીસ મથકે પહોંચીને લેખિત અરજી આપી હતી. તેમ છતાં, ગંભીર બાબત એ છે કે અરજી કર્યા બાદ પણ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ આગળની કાર્યવાહી ધપાવવામાં આવી નથી, જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Before You Go
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Frequently Asked Questions
આ મામલે પોલીસ કાર્યવાહીની વર્તમાન સ્થિતિ શું છે?





















