શોધખોળ કરો

Devayat Khavad: જેલમાંથી જામીન પર છુટ્યા બાદ પ્રથમ ડાયરામાં જ દેવાયત ખવડે કહ્યું, ઝુકેગા નહીં સાલા, જુઓ વીડિયો

લોકસાહિત્યકાર દેવાયત ખવડનો ગઈકાલે ભાવનગરમાં પ્રથમ ડાયરો યોજાયો હતો. ડાયરામાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, દેવાયત ખવડ સહિતના કલાકારો હાજર રહ્યા હતા.

Devayat Khavad: રાજકોટમાં મારામારીના કેસમાં 72 દિવસ જેલવાસ ભોગવીને આવેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડનો ગઈકાલે ભાવનગરમાં પ્રથમ ડાયરો યોજાયો હતો. ડાયરામાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, દેવાયત ખવડ સહિતના કલાકારો હાજર રહ્યા હતા.

દેવાયત ખવડે લોકડાયરામાં કહ્યું, જેલમાં નીકળ્યા બાદનો મારો પ્રથમ ડાયરો છે. જોકે, આ ડાયરામાં દેવાયતનો વટ જોવા મળ્યો હતો. તેણે કહ્યુ હતું કે, હજુ પણ કહું છું ઝુકેગા નહિ સાલા. રવિવારના રોજ ભાવનગરના કોલંબા ધામ ખાતે ડાયરો યોજાયો હતો.

દેવાયત ખવડે શું કહ્યું

સ્ટેજ પરથી દેવાયત ખવડે જણાવ્યું હતું કે, આમ તો જેલમાંથી છૂટ્યા બાદ આજે પ્રથમ ડાયરો માતાજીનાં ચરણોમાં યોજાયો છે. ત્યારે તેમનાં ચરણોમાં મારા કોટી કોટી વંદન અને આખી કામળિયાવાડને મારા લાખ લાખ વંદન. ગુજરાત આખું વાટ જોઈને બેઠું છે કે શું બોલશે, પણ આજે હું વાયડાઈની કોઈ વાત કરવાનો નથી અને વ્યવહારની જ વાત કરવાનો છું, કારણ કે વાયડાઇ કદી જીતી નથી, જીત હંમેશાં વ્યવહારની જ થાય છે, પણ હા, પહેલાં પણ કહેતો, આજે પણ કહું છું ‘ઝૂકેગા નહીં સાલા.

સાથે જ દેવાયત ખવડે કહ્યું હતું કે, મારા એકલાની પ્રાર્થના નથી, આ બધા જ લોકોએ કરેલી પ્રાર્થના છે. ત્યારે આજનો ડાયરો હું માતાજીનાં ચરણોમાં અને આપ બધા મારા પ્રેમીજનોને સમર્પિત કરું છું. રિજેક્ટ પર રિજેક્ટ થતી હતી જામીન અરજી, ત્યારે દુનિયા દાંત કાઢતી હતી. નાક માથે કોઈ આંગળી મૂકે તો કહી દેવું કે હવે તું તારી રીતે. ડાયરામાં જતી વખતે શરમ થતી હતી. ડાયરામાં સંતાતાં સંતાતાં જવું પડતું હતું. જ્યારે સમાજને સંદેશ આપતાં તેમણે જણાવ્યું હતું કે સમયની સાથે ચાલવું હોય તો આપણે બધાએ એજ્યુકેશનને મહત્ત્વ આપવું પડશે. ભણતર નહીં હોય તો આપણે બધા ઘણા પાછળ રહી જઇશું.

ગત સપ્તાહે મળ્યા જામીન

ગત સપ્તાહે દેવાયત ખવડને હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવતા તેની જેલ મુક્તિ થઈ હતી. છ માસ સુધી રાજકોટમાં પ્રવેશ નહીં કરવાની શરત સાથે હાઇકોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવ્યા છે.  

આ પણ વાંચોઃ

Gujarat Weather: રાજયમાં ત્રણ દિવસ વરસાદની આગાહી, અમરેલી સહિત અહીં પડશે કરા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબAhmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget