શોધખોળ કરો

Cyclone Biparjoy: ભાવનગરના સિહોર અને તળાજા તાલુકામાં  ધોધમાર વરસાદ

બિપરજોય વાવાઝોડાની અસરથી વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.  ભાવનગરના સિહોર અને તળાજા તાલુકામાં  ધોધમાર વરસાદ વરસ્યો છે.

ભાવનગર: બિપરજોય વાવાઝોડાની અસરથી વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.  ભાવનગરના સિહોર અને તળાજા તાલુકામાં  ધોધમાર વરસાદ વરસ્યો છે. સિહોર તાલુકાના વરલ, ટાણા,  સાગવાડી, બૂઢણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. તળાજા તાલુકાના ગોરખી, ત્રાપજ, અલંગ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગરના પછે ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. 

બોટાદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.  લાઠીદડ ગામે વરસાદ વરસ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. 

વાવાઝોડાને લઈ અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરુ થયો છે. 

અમરેલી જિલ્લાના વાતાવરણમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે.

વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર,  આ તારીખે માંડવી-કરાચી વચ્ચે ટકરાશે

ગુજરાત પર વાવાઝોડા બિપરજોયનો ખતરો વધ્યો છે. 15 જૂને વાવાઝોડું જખૌ પોર્ટ પરથી પસાર થાય તેવું ભારતીય હવામાનનું અનુમાન છે. 15 જૂને બપોર સુધીમાં પસાર થઇ શકે છે. 14 અને 15મી જૂને બિપરજોય વાવાઝોડુ માંડવી-કરાચી વચ્ચે ટકરાશે. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં  ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. 

અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોયે અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.  ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  અગાઉ યલો એલર્ટ જાહેર કરાયું હતુ. વાવાઝોડાના કારણે દરિયો તોફાની બન્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે. 

સર્પાકાર આકારમાં અત્યંત પ્રચંડ ચક્રવાતી તોફાન બિપરજોય આગળ વધી રહ્યું છે.  6 જૂનથી અત્યાર સુધીમાં 11 વખત વાવાઝોડાએ  દિશા બદલી છે. ગુજરાત પર વાવાઝોડાના સૌથી વધુ જોખમ છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ,કચ્છ સહિતના વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
Embed widget