શોધખોળ કરો

Bhavnagar: જાણો ગુજરાતના આ શહેરના લોકો જયશ્રી રામના નારા સાથે કેમ ઉતર્યા રસ્તા પર, હિન્દુ સંગઠનોએ સરકારને આપી આંદોલનની ચીમકી

ભાવનગર: શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ વધુ બુલંદ બની છે. વિવિધ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો એકઠા થઈને જય શ્રી રામના સૂત્રધાર સાથે વિરોધ કરી રહ્યા છે.

ભાવનગર: શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ વધુ બુલંદ બની છે. વિવિધ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો એકઠા થઈને જય શ્રી રામના સૂત્રધાર સાથે વિરોધ કરી રહ્યા છે. એક દાયકા જૂની માંગ સરકાર દ્વારા સ્વીકારમાં ન આવતા શહેરીજનોએ જાતે જ અનેક વિસ્તારમાં સ્વેચ્છિક હિન્દુ સોસાયટીઓ જાહેર કરી દીધી છે અને વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આગામી દિવસોમાં સરકાર અશાંત ધારાની માંગ સ્વીકારશે નહીં તો હિન્દુ સંગઠનો આંદોલનનો માર્ગ અપનાવશે.

ભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારમાં હિન્દુ સોસાયટીમાં વિધર્મીઓના પગ પેસારાને લઇ ફરી એક વખત અશાંતધારાની માંગ બુલંદ બની છે. ગઈકાલે ગીતા ચોક વિસ્તારના સ્થાનિક હિન્દુ લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. સાથે જ મશાલ રેલી પણ કાઢવામાં આવી હતી અને સરકારને વહેલામાં વહેલી તકે ભાવનગરના મોટાભાગના વિસ્તારમાં ડિસ્ટર્બ એરિયા એક્ટ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે ભાવનગરમાં અશાંત તારાની માંગ આજકાલથી નહીં પરંતુ એક દાયકાથી ચાલી રહી છે પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા આ વાતને સ્વીકારવામાં નહીં આવતા વારંવાર હિન્દુ સંગઠનના લોકો સરકાર સામે મોરચો માંડે છે અને અશાંત ધારો લાગુ કરવા માટીની માંગ મૂકી રહ્યા છે.

અગાઉ પણ વિવિધ વિસ્તારમાં હિન્દુ સંગઠન દ્વારા હિન્દુ સોસાયટી જાહેર કરીને વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં શહેરના ગીતા ચોક વડવા વિસ્તાર ઘોઘા સર્કલ, નીલમબાગ, જવેલર્સ સર્કલ તેમજ બોરતળાવ વિસ્તારમાં બોર્ડ અને બેનરો લગાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ અનેક વિસ્તારમાં જય શ્રી રામના નામની ધ્વજા પણ લગાવીને હિન્દુ સોસાયટી તરીકે જાહેર કરી દીધી છે. ગુજરાતના અનેક જિલ્લામાં ડિસ્ટર્બ એરિયા એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે ભાવનગરની માંગ પણ એક દાયકા જૂની છે. જેના અનેક એવિડન્સ સાથે અને રજૂઆતો દ્વારા રાજ્યના ગૃહ મંત્રી, મુખ્યમંત્રી પત્ર લખીને પણ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. શહેરમાં કોમી એખલાસ્તા જળવાઈ રહે માટે ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવો જરૂરી બન્યો છે.

શહેરના અનેક વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ સોસાયટીમાં ઉચા ભાવે મિલકત ખરીદીને પગપેસારો કરવામાં આવી રહ્યો છે તેવી પણ ફરિયાદ થઈ રહી છે. અનેક હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા માસ- મચ્છી- મટન રોડ પર ફગાવી શાંતિ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવતા વિવિધ વિસ્તારના લોકોએ અશાંત ધારો લાગુ કરવા માટેનો મોરચો સરકાર સામે માંડી દીધો છે. આગામી બે દિવસમાં વિવિધ હિન્દુ સંગઠનો ભેગા મળીને સરકાર સામે રણનીતિ ઘડશે અને ત્યારબાદ અશાંત ધારો લાગુ કરવાની માંગ મુકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાપી, અમરેલી અને લસકાણામાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર, ટેમ્પો અને કારનો કહેર, 8 ના મોત, અનેક ઘાયલ
વાપી, અમરેલી અને લસકાણામાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર, ટેમ્પો અને કારનો કહેર, 8 ના મોત, અનેક ઘાયલ
IND vs PAK મેચ બાદ ભારત ચેમ્પિયન્સ ટ્રોફી પોઈન્ટ ટેબલમાં ટોચ પર, પાકિસ્તાન બહાર!
IND vs PAK મેચ બાદ ભારત ચેમ્પિયન્સ ટ્રોફી પોઈન્ટ ટેબલમાં ટોચ પર, પાકિસ્તાન બહાર!
ભારત સામે કારમી હાર માટે પાકિસ્તાનના કેપ્ટન રિઝવાને આ કારણો ગણાવ્યા, જાણો ક્યા ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા
ભારત સામે કારમી હાર માટે પાકિસ્તાનના કેપ્ટન રિઝવાને આ કારણો ગણાવ્યા, જાણો ક્યા ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા
INDvsPAK: વિરાટ કોહલીની અણનમ સદી, પાકિસ્તાનને મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હરાવ્યું
INDvsPAK: વિરાટ કોહલીની અણનમ સદી, પાકિસ્તાનને મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતા પુત્રનું બધું માફ?Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડીઓને ટેકો કોનો?Rajkot Hospital CCTV Leak: હોસ્પિટલ CCTV કાંડમાં સાયબર ક્રાઈમનો સૌથી મોટો ખુલાસોLimbdi Accident News : લીંબડી નજીક ગમખ્વાર અકસ્માત, 5ના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાપી, અમરેલી અને લસકાણામાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર, ટેમ્પો અને કારનો કહેર, 8 ના મોત, અનેક ઘાયલ
વાપી, અમરેલી અને લસકાણામાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર, ટેમ્પો અને કારનો કહેર, 8 ના મોત, અનેક ઘાયલ
IND vs PAK મેચ બાદ ભારત ચેમ્પિયન્સ ટ્રોફી પોઈન્ટ ટેબલમાં ટોચ પર, પાકિસ્તાન બહાર!
IND vs PAK મેચ બાદ ભારત ચેમ્પિયન્સ ટ્રોફી પોઈન્ટ ટેબલમાં ટોચ પર, પાકિસ્તાન બહાર!
ભારત સામે કારમી હાર માટે પાકિસ્તાનના કેપ્ટન રિઝવાને આ કારણો ગણાવ્યા, જાણો ક્યા ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા
ભારત સામે કારમી હાર માટે પાકિસ્તાનના કેપ્ટન રિઝવાને આ કારણો ગણાવ્યા, જાણો ક્યા ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા
INDvsPAK: વિરાટ કોહલીની અણનમ સદી, પાકિસ્તાનને મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હરાવ્યું
INDvsPAK: વિરાટ કોહલીની અણનમ સદી, પાકિસ્તાનને મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હરાવ્યું
IND vs PAK: દુબઈમાં ભારતે પાકિસ્તાનને ધોબીપછાડ, ૮ વર્ષ જૂનો હિસાબ ચૂકતે; વિરાટની ઐતિહાસિક સદી
IND vs PAK: દુબઈમાં ભારતે પાકિસ્તાનને ધોબીપછાડ, ૮ વર્ષ જૂનો હિસાબ ચૂકતે; વિરાટની ઐતિહાસિક સદી
virat kohli 51st century: કિંગ કોહલીની 51 મી વનડે સદી... 15 મહિના બાદ વિરાટ સદી ફટકારી
virat kohli 51st century: કિંગ કોહલીની 51 મી વનડે સદી... 15 મહિના બાદ વિરાટ સદી ફટકારી
Champions trophy 2025: કિંગ કોહલીએ વિશ્વ ક્રિકેટમાં ઈતિહાસ રચી નાખ્યો, આ મોટો રેકોર્ડ બનાવી સચિનની યાદીમાં સામેલ
Champions trophy 2025: કિંગ કોહલીએ વિશ્વ ક્રિકેટમાં ઈતિહાસ રચી નાખ્યો, આ મોટો રેકોર્ડ બનાવી સચિનની યાદીમાં સામેલ
INDvsPAK: રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઓપનિંગ બેટ્સમેન તરીકે બનાવ્યો આ મોટો રેકોર્ડ 
INDvsPAK: રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઓપનિંગ બેટ્સમેન તરીકે બનાવ્યો આ મોટો રેકોર્ડ 
Embed widget