ભાવનગરની 55 માંથી 40થી વધારે સરકારી પ્રાથમિક શાળાઓમાં સમારકામની જરૂર
ભાવનગર મહાનગરપાલિકાના સંચાલિત શિક્ષણ સમિતિનું તંત્ર આખરે મોડી નિંદ્રા બાદ જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે પાંચ લાખથી નીચેની જે રીપેરીંગ કામગીરી હોય તે શરૂ કરી દેવામાં આવેલ છે.
ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શહેરમાં 55 સરકારી શાળાઓ આવેલી છે. જેમાં એક સર્વે મુજબ 40 થી વધારે એવી શાળાઓ છે કે જ્યાં બિલ્ડિંગોને નાનું મોટુ રિપેરીંગ કામ તાત્કાલિક કરાવવું જરૂરી છે. ભાવનગર મહાનગરપાલિકાના સંચાલિત શિક્ષણ સમિતિનું તંત્ર આખરે મોડી નિંદ્રા બાદ જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે પાંચ લાખથી નીચેની જે રીપેરીંગ કામગીરી હોય તે શરૂ કરી દેવામાં આવેલ છે. અને પાંચ લાખ રૂપિયાથી ઉપર ખર્ચનું રીપેરીંગ કામગીરી કામ હોય તેની ટેન્ડરિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઇ છે.
ભાવનગર મહાનગરપાલિકાના સંચાલિત શિક્ષણ સમિતિએ નાનીથી લઇ મોટી રીપેરીંગની સમસ્યા દૂર કરવા ત્રણ કરોડ રૂપિયા સુધીનું બજેટ ફાળવ્યું છે, સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે બાળકોએ અત્યાર સુધી આવી જ રીતે શાળાઓમાં કેમ ભણવા દીધા ? શિક્ષણ મંત્રીનો વિસ્તાર હોવા છતાં શાળાઓમાં આવી મુશ્કેલીઓનું કેમ અત્યાર સુધી જાણવા છતાં એ તમામ સમસ્યાનું નિરાકરણ ન લાવ્યા ? જ્યારે અહેવાલને લઈને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતના શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવ્યા ત્યારે જ ભાજપના શાસક નેતાઓને કેમ ખબર પડી ? તે પણ એક સૌથી મોટો સવાલ છે.
ગુજરાતમાં શિક્ષણના મુદ્દે ભારે રાજકારણ ગરમાયુ છે ત્યારે ભાવનગરમાં શાળાઓની અવદશાની વાસ્તવિકતા સામે આવતા વિપક્ષ અને આમ આદમી પાર્ટીને પણ ભારે મોકો મળી ગયો છે, ભાજપને પણ શિક્ષણના મુદ્દે સાચી સમસ્યાઓ સામે આવતા બેક ફૂટ પર જવું પડે તેવી સ્થતી સર્જાઇ હતી.
જોકે શિક્ષણ સમિતિના ચેરમેન શિક્ષણ મુદ્દે નિવેદન આપતા ભાન ભૂલ્યા હતા અને રાજકીય પાર્ટીના ડેપ્યુટી સીએમનું સન્માન જાળવ્યા વગર, “મનીષ જેવા બીજા લોકોને પણ કહું છું કે ગુજરાતની શિક્ષણ ઉપર ઘા ન કરો ગુજરાતની જનતા સારી રીતે જાણે છે” તેવું નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસના પૂર્વ વિરોધપક્ષના નેતા જયદીપ સિંહ ગોહિલે કહ્યું કે ભાવનગરની સરકારી પ્રાથમિક શાળાઓમાં મોટા ભાગે સ્લમ વિસ્તારના બાળકો અભ્યાસ કરવા માટે આવતા હોય છે શાળાઓની સ્થિતિ સુધારવાની બદલે મોટા મોટા કરીને સરકાર પૈસાનો વેડફાટ કરી રહી છે. શિક્ષણ મંત્રી ભાવનગરના હોવા છતાં પણ ભાવનગરની સરકારી શાળાઓની આવી ખરાબ હાલત હોય જે વખોડવા લાયક છે.
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકારી શાળાઓમાં જે શિક્ષકોની ઘટ છે તે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને જે અગવડતા પડે છે તેને સરકાર દ્વારા દૂર કરવામાં આવે.
Education Loan Information:
Calculate Education Loan EMI